ગાંધીનગર જિલ્લા દરિદ્ર નારાયણના ઘરે સુખની જયોત પ્રજવલિત કરવાના ઉમદા ભાવ સાથે આગામી તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ પ્રેક્ષા ભારતી કોબા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં આગામી સપ્તાહમાં ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે.
ગાંધીનગર જિલ્લામાં તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા થકી જિલ્લાના જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે ખાસ સૂચન કર્યું હતું. તેમણે સંબંધિત કચેરીઓના વડાને તેમની કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશ્યિલ અંતર જાળવાઇ રહે તે રીતેની બેઠક વ્યવસ્થા ગોઠવા અને સરકારશ્રીની ગાઇડ લાઅનુસાર કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા અને લઇ જવાના આયોજન, મુખ્ય સ્ટેજ પર મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, શૌચાલય સુવિધા જેવી અનેક બાબતો પર વિસ્તૃત ચર્ચા – વિર્મશ અધિકારીશ્રીઓ સાથે કર્યું હતું. તેમજ મુખ્ય સ્ટેજના લાભાર્થીઓ સિવાયના લાભાર્થીઓને તેમની સહાય સરળતાથી મળી રહે તે માટે અલગ – અલગ સ્ટોર બનાવવા માટે જણાવ્યું હતું. તેમજ ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ યોજાઇ તેની નજીકમાં પાર્કિંગ સુવિધાની પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, અધિક નિવાસી કલેકટર શ્રી રીતુ સિંગ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.