વિશ્વમાં મોટાભાગના લોકો આધુનિક લાઇફસ્ટાઇલ સાથે જીવન પસાર કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. બ્રિટનમાં અનેક લોકો ગંભીર મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહ્યાં છે. એક સર્વે મુજબ બ્રિટનમાં દર પાંચમાંથી એક વ્યકિત તણાવ, અનિન્દ્રા સહિત અન્ય માનસિક બીમારીઓથી પીડિત હોવાનું તારણ જોવા મળ્યું છે. મેન્ટલ હેલ્થની સારવાર કરાવવા માટે ડૉક્ટરો પાસે પણ આશરે ૧૬ લાખ દર્દીઓનું વેઇટિંગ જોવા મળે છે. ડૉક્ટરો ઉપલબ્ધ ન હોવાના કારણે બ્રિટનમાં થેરાપિસ્ટોની માંગ એટલી વધી ગઇ છે કે, નિયંત્રિત કરવું ઘણું મુશ્કેલ બન્યું છે. બ્રિટનમાં થેરાપિસ્ટ નિયંત્રણ માટેના કોઇ ખાસ નિયમો બનાવવામાં આવ્યા નથી અને તેન લીધે ઘણાં વિવાદ સર્જાયા છે. ડૉક્ટર, આર્ટ થેરાપિસ્ટથી લઇને હીયરિંગ-એડની હોસ્પિટલ જેવા અન્ય વ્યવસાય માટે કડક નિયમો બનાવેલા છે પણ થેરાપિસ્ટ તેમાંથી બાકાત છે.બ્રિટનમાં હાલમાં એવી સ્થિતિ થઇ છે કે, કોઇપણ થેરાપિસ્ટ રજિસ્ટ્રેશન વગર કોઇપણ વ્યક્તિનું કાઉન્સિલિંગ કરી શકે છે અને તેનું પરિણામ દર્દીઓએ ભોગવવું પડે છે. બ્રિટનમાં ખાનગી થેરાપિસ્ટની માંગ એટલી વધી ગઇ છે કે સ્કૂલ અને કોલેજમાં પણ એક થેરાપિસ્ટની નિયુક્તિ થઇ રહી છે એટલે જ બ્રિટનની સરકારથી તેમના નિયંત્રણની માંગ પણ વધી રહી છે. અમુક ડૉક્ટરો માટે એ સમજવું ઘણું મુશ્કેલ હોય છે કે તેમના દર્દીઓએ કઇ થેરાપી લીધી છે. અમુક સ્કૂલોમાં બાળકો સાથે કામ કરવા માટે થેરાપિસ્ટોને નિયુક્ત કર્યા છે અને તેઓ વયસ્કોની સારવાર કરવાની તાલીમ આપે છે.
Advertisement
Advertisement
Advertisement