Gujarat Exclusive > રાજનીતિ > ભવાનીપુરમાં મમતા બેનરજી સામે ભાજપના પ્રિયંકા ટિબરેવાલ લડશે ચૂંટણી

ભવાનીપુરમાં મમતા બેનરજી સામે ભાજપના પ્રિયંકા ટિબરેવાલ લડશે ચૂંટણી

0
81

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પર મમતા બેનરજી ફરી ચૂંટણીના મેદાનમાં છે. ભાજપે મમતા બેનરજી સામે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે.

ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે મતદાન થશે, એવામાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી મમતા બેનરજીને જીતવા દેવા માંગતી નથી. ભાજપે માટે મહિલા ઉમેદવારને અહી મેદાનમાં ઉતાર્યા છે અને પોતાના કેટલાક મોટા નેતાઓને ચૂંટણી ક્ષેત્રની જવાબદારી પણ સોપી છે.

ભવાનીપુરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 41 વર્ષીય પ્રિયંકા ટિબરેવાલ છે, જે વકીલ છે. પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કોલકાતા હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે.

પ્રિયંકા ટિબરેવાલે વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી. પ્રિયંકા ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોના લીગલ એડવાઇઝર હતા અને તેમણે જ પ્રિયંકાને પાર્ટી જોઇન કરાવી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન અને તે બાદ થયેલી હિંસાને લઇને ભાજપે બંગાળમાં વિવાદ કર્યો હતો. કોલકાતા હાઇકોર્ટમાં જ્યારે ભાજપ તરફથી બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે પ્રિયંકા ટિબરેવાલે જ તેમાં અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટે બંગાળ પોલીસને હિંસા સાથે જોડાયેલા તમામ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: એવા જમીનદાર જે પોતાની હવેલી પણ સંભાળી ના શક્યા, કોંગ્રેસ પર શરદ પવારનો કટાક્ષ

પ્રિયંકા ટિબરેવાલની અરજી પર જ હાઇકોર્ટ તરફથી ભાજપના નેતા અભિજીત સરકારનું ફરી પોસ્ટ મોર્ટમ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમનું હિંસામાં મોત થયુ હતુ.

આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ટિબરેવાલે ઇંતાલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ ટીએમસીના ઉમેદવાર સામે 58 હજાર મતે હારી ગયા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ વખતે ચૂંટણીમાં નંદીગ્રામ ચૂંટણી હારી ચુક્યા છે, એવામાં તે પરત ભવાનીપુર આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat