Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બહુચરાજી વિસ્તારમાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, યુવકો અભ્યાસ છોડી નોકરી તરફ વળ્યા

બહુચરાજી વિસ્તારમાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, યુવકો અભ્યાસ છોડી નોકરી તરફ વળ્યા

0
1

મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. પહેલા એવું બનતું હતું કે મોટા ભાગની યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતી ન હતી પરંતુ સમય સાથે બદલાવ આવ્યો છે અને હવે યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે અને દરેક ક્ષેત્રમાં યુવતીઓ હવે આગળ વધી રહી છે ત્યારે બહુચરાજી વિસ્તારમાં યુવતીઓમાં શિક્ષણ નુ પ્રમાણ વધ્યું છે.

આ વિસ્તારમાં યુવકો અભ્યાસ છોડી નોકરી તરફ વધુ વળ્યા છે. તો કેટલાક યુવકોને અભ્યાસ બાદ પણ કોલેજ માં પ્લેસમેન્ટ થકી નોકરી મળી રહી છે. બહુચરાજી વિસ્તારમાં વધતા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનો નોકરી તરફ વધુ વળ્યા હોવાનુ પણ ધ્યાને આવ્યું છે. યુવતીઓ મા શિક્ષણ અંગે જાગૃતિ વધતા કોલેજમાં એડમિશન રેશિયો પણ વધ્યો છે. જેની સામે કોલેજમાં યુવકો મા ડ્રોપ આઉટ વધ્યા છે. જેની પાછળ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવી કે પરિવારની જવાબદારી ના કારણે યુવકો અભ્યાસ છોડી નોકરી તરફ વળતા હોવાનો અંદાજ છે. ત્યારે સ્થાનિક કોલેજ દ્વારા આવા યુવકો અભ્યાસ પૂર્ણ કરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat