Gujarat Exclusive > આપણી જરૂરિયાત > અમદાવાદમાં પેટ્રોલ પછી ડીઝલની કિંમતમાં પણ ભારે વધારો, પ્રતિ લિટર 100ની પાર જશે

અમદાવાદમાં પેટ્રોલ પછી ડીઝલની કિંમતમાં પણ ભારે વધારો, પ્રતિ લિટર 100ની પાર જશે

0
40

ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલની કિંમતથી પરેશાન આમ આદમીને શનિવારે વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 9 ઓક્ટોબરે સતત પાંચમા દિવસે વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં 29 પૈસા તેમજ ડીઝલમાં 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 100.71 રૂપિયા થઇ ગયુ છે જ્યારે ડીઝલ 99.75 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયુ છે.

અમદાવાદમાં ડીઝલ 99.75 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયુ છે. ડીઝલની કિંમતમાં 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સોમવાર સુધી જો આ રીતે જ ડીઝલના ભાવ વધતા રહ્યા તો 100 રૂપિયાની પાર કરી જશે.

મુંબઇમાં ડીઝલ 100ની પાર

મુંબઇમાં ડીઝલ 100 રૂપિયા લિટરની પાર થઇ ગયુ છે. દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા જ્યારે ડીઝલ 35 પૈસા મોંઘુ થયુ છે. ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 103.54 રૂપિયાથી વધીને 103.84 રૂપિયા પ્રતિ લિટર પહોચી ગયુ છે જ્યારે ડીઝલ 92.12 રૂપિયાથી 92.47 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયુ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતમાં ઉછાળાને કારણે ઘરેલુ બજારમાં વાહન ઇંધણના ભાવ ઉચ્ચ સ્તર પર છે.

ચાર મુખ્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘુ છે. અહી ડીઝલ આજે 100 રૂપિયાની પાર જતુ રહ્યુ છે જ્યારે પેટ્રોલ 110 રૂપિયાના સ્તરને પાર કરવાની નજીક છે. લેટેસ્ટ રેટ અનુસાર, દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 109.83 રૂપિયા જ્યારે ડીઝલ 100.29 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે.

આ પણ વાંચો: હવે ટૂંક સમયમાં તમે ઈન્ટરનેટ વગર કરી શકશો ડિજિટલ પેમેન્ટ

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો રેટ આ રીતે ચેક કરો

તમે એક SMS દ્વારા પોતાના ફોનથી પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો. તેની માટે તમારે ઇન્ડિયન ઓઇલ SMS સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર SMS મોકલી શકો છો. તમારો મેસેજ કઇક આવો હશે- RSP<સ્પેસ> પેટ્રોલ પંપ ડીલર કોડ. પોતાના વિસ્તારના RSP કોડ તમે સાઇટ પર જઇને ચેક કરી શકો છો. આ મેસેજ મોકલ્યા બાદ તમારા ફોનમાં લેટેસ્ટ ફ્યૂલ પ્રાઇસની જાણકારી આવી જશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat