Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 346 લોકો એક જ દિવસમાં કોરોનાની ચપેટમાં, 31 લોકોનાં મોત

અમદાવાદમાં 346 લોકો એક જ દિવસમાં કોરોનાની ચપેટમાં, 31 લોકોનાં મોત

0
1023

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃતકઆંક પણ વધ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 477 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20574 થઇ ગઇ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં 346 પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. આમ રાજ્યમાં કુલ પોઝિટિવનો આંક 20574 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1280 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13964 થયો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસથી ગુજરાતનાં રિકવરી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ એક દિવસમાં 1000 અને 800 કેસોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જે આંક હવે 300ની આસપાસ આવી ગયો છે.

‘અનલોક’ છતાં બંગાળ અને મિઝોરમમાં લોકડાઉન લંબાવાયું

સમગ્ર દેશ હાલમાં કોરોના સંકટ વચ્ચેથી પસાર થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-5.0 લાગુ કરવામાં આવ્યું છે. જેમાં અનલોક-1 સાથે કેટલીક શરતી છૂટછાટ આપવામાં આવી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા હાલમાં લાગુ કરવામાં આવેલું લાંબુ લોકડાઉન ધીમે-ધીમે ખુલી રહ્યું છે. જેનાં અનુસંધાને આજથી દેશનાં કેટલાંય રાજયોમાં ધાર્મિક સ્થળો અને મોલ તેમજ રેસ્ટોરન્ટો પણ ખોલી દેવામાં આવ્યાં છે પરંતુ એવામાં મિઝોરમમાં એક વાર ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન વધારવામાં આવ્યું છે.

દેશ ધીરે-ધીરે થઇ રહ્યો છે ‘અનલોક’ છતાં બંગાળ અને મિઝોરમમાં લોકડાઉન લંબાવાયું