Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા: રસોડામાં આવી ચડ્યો અણધાર્યો અતિથિ, ઘરના લોકો ચોંક્યા

વડોદરા: રસોડામાં આવી ચડ્યો અણધાર્યો અતિથિ, ઘરના લોકો ચોંક્યા

0
337

વડોદરા જિલ્લાના રાવલ ગામમાં એક ઘરમાં મગર ઘુસી જતા હડકંપ મચી જવા પામ્યો હતો. ઘરમાં મગર ઘુસી જતા પરિવારના લોકો પણ ગભરાઈ ગયા હતા અને વન વિભાગ ફોન કરીને જાણ કરતા વન વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ મગરને કાબૂમાં લેવાયો હતો.

આ અંગે ઘરના માલિક રાધાબેન ગોહિલે જણાવ્યું કે, બુધવારની સવારે હું અને મારી પુત્રી નિમિષા ઘરના પાછળના ભાગમાં સૂઈ રહી હતી. તે દરમિયાન સવારના લગભગ 5 કલાકે પાણી પીવા તે રસોડામાં ગઈ, ત્યારે જમીન પર એક મગર પડેલો જોયો હતો. બાદમાં તેણે મને જગાડીને જાણ કરી હતી કે, રસોડામાં એક મગર છે.

રાધાબેને જણાવ્યું કે, મારી પુત્રીએ જ્યારે કહ્યુ, ત્યારે પહેલા મને વિશ્વાસ ના આવ્યો બાદમાં મગરને જોયા પછી હું પણ હેરાન થઈ ગઈ હતી. જો કે આ મગરે અમારા પરિવારના કોઈ સદસ્યો પર હુમલો કર્યો ન હતો. તે રસોડામાં પાણી ભરેલા વાસણમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન લોકોને જાણ કરતા ગામના લોકો અમારા ઘરે ટોળે વળ્યા હતા.

વધુમાં રાધાબેને જણાવ્યુ કે, ગરમીના કારણે અમે રાતે દરવાજા ખુલ્લા રાખીએ છીએ એને તેના કારણે મગર ઘરમાં ઘુસી ગયો હશે. અમારા ઘરની પાછળ નાની નીકળતી કેનાલને કારણે મગર ઘરમાં ઘુસી ગયો હોવો જોઈએ.

વન વિભાગના અધિકારી એમ. ગોહિલ કહ્યું કે, બે કલાકની ભારે મહેનત બાદ મગરને પકડીને ગામથી બે કિલો મીટર દુર એક નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.