Gujarat Exclusive > દેશ-વિદેશ > ઇમરાન ખાને રેપ માટે બોલૂવૂડને જવાબદાર ઠેરવતા પૂર્વ પત્નીઓએ લીધો ઊધડો

ઇમરાન ખાને રેપ માટે બોલૂવૂડને જવાબદાર ઠેરવતા પૂર્વ પત્નીઓએ લીધો ઊધડો

0
25

પાક. વડાપ્રધાને લોકસંવાદમાં કહ્યું-બોલીવૂડ અને યુરોપીય અશ્લિલતાને લીધે રેપ વધે છે

ઇસ્લામાબાદ/લંડનઃ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને દુષ્કર્મ માટે બોલીવૂડ અને યુરેપિયન અશ્લિલતા (Imran Khan blames vulgarity)ને જવાબદાર ઠેરવતા વિવાદ સર્જાયો છે. તેમાં તો ઇમરાનની પૂર્વ પત્નીઓએ તેમનો ઊધડો લઇ લીધો. કોઇએ કીધું કે મોઢું બંધ રાખ, તો કોઇએ કુર્આનનો હવાલા સાથે સલાહ આપી દીધી. ઇમરાન ખાન નિવેદન કરીને ભરાઇ ગયા. સમગ્ર વિશ્વમાં તેમની ટીકા થવા લાગી.

ઇમરાન ખાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પૂર્વ પતિને કુર્આન શરીફનો હવાલો આપી ફટકાર લગાવી. જેમિમાએ કહ્યું કે ઇસ્લામમાં પુરુષોને આંખ નીચી રાખવાની શીખામણ આપવામાં આવી છે. મહિલાઓને પડદો કરવા ની નહીં. ઇમરાન ખાને દુષ્કર્મના વધતા કેસો માટે બોલીવૂડ, નાના કપડા પહેરતી મહિલાઓ અને પશ્ચિમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવ્યા.

આ પણ વાંચોઃ લોહીથી ‘I LOVE YOU….. ‘ લખી સુરેન્દ્રનગરની યુવતીનો અમદાવાદની હોસ્ટેલમાં આપઘાત

પુરુષો પ્રાઇવેટ પાર્ટને પડદામાં રાખેઃ જેેમિમા

જેમિમાએ કુર્આનની એક આયત (વાક્ય)નો હવાલો આપી ટ્વીટ કરી લખ્યું કે,

“પડદો કરવાની જવાબદારી પુરુષોની છે. તમારા માનનારાને કહો કે તેઓ પોતાની આંખો પર સંયમ રાખે અને પોતાના પ્રાઇવેટ પાર્ટને પડદામાં રાખે.” એટલું જ નહીં જેમિમાએ લખ્યું કે તે જે ઇમરાન ખાનને જાણતી હતી, તે પુરુષોની આંખ પર પડદો કરવાની વાત કરતો હતો.”

બીજી પત્નીએ કહ્યું મોઢું બંધ રાખો

ઇમરાન ખાનની બીજી પત્ની રેહમ ખાને પાક. વડાપ્રધઆનને મોઢું બંધ રાખવાની સલાહ આપી. રહેમ ખાને કહ્યું કે જેટલું ઓછું બોલશો, તે બધા માટે એટલું જ સારુ હશે. સાથે જ રેહમ ખાને જેમિમાને પણ ટોણો માર્યો કે તે પાકિસ્તાનમાં રહેઠાણ દરમિયાન માથાથઈ લઇ પગ સુધી કપડાંમાં દેખાતી હતી.

આ પણ વાંચોઃ કરિનાએ 26 હજારનું માસ્ક પહેરી આપી સલાહ, યુઝર્સે કહ્યું- બધાની આટલી ત્રેવડ નથી

ઇમરાન ખાને શુ્ કહ્યું હતું?

નોંધનીય છે કે ઇમરાન ખાને વધતી અશ્લિલતા માટે ભારત અને યુરોપને જવાબદાર ઠેરવ્યા. પીએમ ઇમરાને જનતા સાથે સીધા સંવાદમાં એક એક સવાલના જવાબમાં કહ્યું કે,

“દેશમાં વધતી રેપની ઘટનાઓને રોકવા માટે તેમને સહકારની જરુર છે. એટલે રેપથી બચવા માટે પાકિસ્તાની મહિલાઓએ પડદામાં રહેવું જોઇએ. જેથી પુરુષોના આકર્ષણથી બચી શકાય.”

ઇમરાન ખાને વધુમાં કહ્યું હતું કે

“ભારતમાં બોલીવૂડને કારણે રેપ થઇ રહ્યા છે. દિલ્હીને રેપ કેપિટલ કહેવામાં આવે છે અને યુરોપમાં અશ્લિલતાએ તેમની પારિવારિત વ્યવસ્થાને તબાહ કરી દીધી છે. તેથી પાકિસ્તાનના લોકોએ અશ્લિલતા પર કાબુ મેળવવા માટે મદદ કરવી જોઇએ.”

સોશિયલ મીડિયા પર ઇમરાન પર પ્રહાર

ઇમરાન ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેને યુઝર્સે ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. અનેક હસ્તીઓએ ઇમરાન ખાનની ટીક કરી છે. માનવઅધિકાર વકીલ રીમા ઓમરે કહ્યું કે પીએમ ઇમરાનની રેપને અશ્લિલતા સાથે જોજડવાની ટિપ્પણી અજ્ઞાની, ખતરનાક અને ટીકાત્મક છે. તેમના આ નિવેદનથી જણાય છે કે તેમને આ મામલે કોઇ સમજ નથી. તેમણે ગુનેગારોને ગુનાહિત કૃત્યથી બહાર રાખી પીડિતોને જ દોષી ઠેરવી દીધા.

આ પણ વાંચોઃ દુબઇમાં એક ઇમારતની બાલકનીમાં 40 મહિલાઓએ નગ્ન પોઝ આપતા વિવાદ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat