Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Republic Day: જ્યારે ભારતના બંધારણને ‘કોન્સ્ટિટ્યૂશન ઓફ ઈન્દિરા’ કહેવામાં આવવા લાગ્યું

Republic Day: જ્યારે ભારતના બંધારણને ‘કોન્સ્ટિટ્યૂશન ઓફ ઈન્દિરા’ કહેવામાં આવવા લાગ્યું

0
125

તુંવર મુજાહિદ: ભારતીય બંધારણમાં થયેલ કુલ સંશોધનોનું(સુધારાઓ) જો સરેરાશ નિકાળવામાં આવે તો આ લગભગ બે સંશોધન પ્રતિ વર્ષ હોય છે. કાનૂનના જાણકારો અનુસાર આ સંશોધનોએ બંધારણને સમય સાથે મજબૂત બનાવ્યું છે. જોકે, અત્યાર સુધીના સમયગાળામાં એક સમય એવો પણ આવ્યો જ્યારે બંધારણ બધી જ રીતે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓનો શિકાર બની ગયો હતો. આ સમય હતો ઈન્દિરા ગાંધી દ્વારા લાગૂં કરવામાં આવેલી કટોકટીનો. આ દરમિયાન બંધારણમાં એટલી હદ્દે ફેરફાર કરવામાં આવ્યા કે તેને અંગ્રેજીમાં ‘કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા’ની જગ્યાએ ‘કોન્સ્ટિટ્યૂશન ઓફ ઈન્દિરા’ કહેવામાં આવવા લાગ્યું હતુ. આ સમય દરમિયાન સંવિધાનમાં ક્યા પરિવર્તન થયા, આ પરિવર્તનોના શું પરિણામ આવ્યા અને કેવી રીતે બંધારણને તેના મૂળ રૂપમાં પરત લાવવામાં આવ્યું? આ પ્રશ્નોના જવાબ જાણવાની શરૂઆત તે પરિસ્થિતિઓથી કરીએ જેના કારણે સંવિધાન સાથે ચેડા કરવામાં આવ્યા હતા.

19 માર્ચ 1975ના દિવસે ઈન્દિરા ગાંધી પ્રથમ વખત એવા ભારતીય વડાપ્રધાન બન્યા જેમને કોર્ટમાં સાક્ષી આપવા આવવું પડ્યું હોય. આ કેસ તેમના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ચૂંટણી અરજીની સુનાવણીનો હતો. માર્ચ 1975નો આ તે જ સમય હતો જ્યારે જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં દિલ્હીના રસ્તાઓ પર લગભગ સાડા સાત લાખ લોકોની ભીડ ઈન્દિરા ગાંધીના વિરૂદ્ધ નારા લગાવી રહી હતી. આઝાદી પછી પ્રથમ વખત એવું બન્યું હતુ કે કોઈ વડાપ્રધાન વિરૂદ્ધ આટલી મોટી રેલી નિકાળવામાં આવી હતી. ‘સિહાસન ખાલી કરો કી જનતા આતી હૈ’ અને ‘જનતા કા દિલ બોલ રહા હૈ, ઈન્દિરા કા આસન ડોલ રહા હૈ.’ જેવા નારાઓથી આખુ દેશ ગૂંજી ઉઠ્યું હતુ.

કટોકટીને સમયની જરૂરત ગણાવીને ઈન્દિરા ગાંધીએ તે સમયમાં અનેક સંવિધાન સંશોધિત કર્યા. 40માં અને 41માં સંશોધન દ્વારા સંવિધાનની ઘણી બધી જોગવાઇઓને બદલ્યા પછી 42મું સંશોધન પાસ કર્યું હતું.

આના કેટલાક સમય પછી 12 જૂન 1975નો ઐતિહાસિક દિવસ પણ આવ્યો, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે 15 નંબરના રૂમમાં થયેલ એક નિર્ણયમાં ઈન્દિરા ગાંધીની ચૂંટણીને અયોગ્ય ગણાવતા રદ્દ કરી દીધો. આ મહિને જ 25 જૂને દેશમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી. તે પછી શરૂ થયો સંવિધાનમાં એવા સંશોધનોનો સમય જેને ભારતના ગણતંત્રની આત્માને બદલીને મૂકી દીધી.

કટોકટી દરમિયાન સંશોધનમાં સૌથી પ્રથમ હતુ ભારતીય સંવિધાનનું 38મું સંશોધન. 22 જૂલાઈ 1975માં પાસ થયેલ આ સંશોધન દ્વારા ન્યાયપાલિકાથી કટોકટીની ન્યાયિક સમીક્ષા (judicial review) કરવાનો અધિકાર છીનવી લીધો. આના લગભગ બે મહિના પછી સંવિધાનનું 39મું સંશોધન લાવવામાં આવ્યું. આ સંવિધાન સંશોધન ઈન્દિરા ગાંધીના વડાપ્રધાનના પદને બનાવી રાખવા માટે કરવામાં આવ્યું હતુ. અલ્હાબાદ હાઈકોર્ટ ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરી ચૂકી હતી. જોકે, આ સંશોધને ન્યાયપાલિકા પાસેથી વડાપ્રધાનના પદ પર નિયુક્ત વ્યક્તિની ચૂંટણીની તપાસ કરવાનો અધિકાર જ છીનવી લીધો. આ સંશોધન અનુસાર વડાપ્રધાનની ચૂંટણીની તપાસ સંસદ દ્વારા રચવામાં આવેલી કમિટી જ કરી શકતી હતી.

40માં અને 41માં સંશોધન દ્વારા સંવિધાનના જોગવાઈઓ બદલ્યા પછી 42મું સંશોધન પાસ કરવામાં આવ્યો. આ સંશોધનના કારણે લોકો સંવિધાનને ‘કન્સ્ટીટ્યૂશન ઓફ ઈન્દિરા’ કહેવા લાગ્યા. આના દ્વારા ભારતીય સંવિધાનની પ્રસ્તાવના સુધીમાં ફેરફાર કરી દેવામાં આવ્યા.

42મું સંશોધન સૌથી વિવાદાસ્પદ જોગવાઈઓમાંથી એક હતું.- મૌલિક અધિકારોની સરખામણીમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોને પ્રાધાન્યતા આપવી. આ જોગવાઈના કારણે કોઈપણ વ્યક્તિને તેના મૌલિક અધિકારો સુધી વંચિત રાખવામાં આવી શકે તેવું હતું. આ સાથે જ આ સંશોધને ન્યાયપાલિકાને બધી જ રીતે નિસહાય કરી દીધી હતી. જ્યારે ધારાસભ્યોને અપાર શક્તિ આપી દીધી હતી. હવે કેન્દ્ર સરકારને તે પણ શક્તિ હતી કે, કોઈપણ રાજ્યમાં કાનૂન વ્યવસ્થા રાખવાના નામે ગમે ત્યારે સૈન્ય અથવા પોલીસ દળ મોકલી શકતી હતી. સાથે જ રાજ્યોના કેટલાક અધિકારોને કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં નાખી દીધા હતા.

42મું સંશોધન વધુ એક કુખ્યાત જોગવાઈ ‘સંવિધાનમાં સંશોધન’ના સંબંધમાં હતી. જોકે, કટોકટીના કેટલાક વર્ષ પહેલા કેટલાક હાઈકોર્ટે કેશવાનંદ ભારતી મામલામાં ઐતિહાસિક નિર્ણય લેતા સંવિધાનમાં સંશોધનના ધોરણોને નક્કી કરી દેવામાં આવ્યા હતા. જોકે, 42માં સંશોધને આ ધોરણોને પણ હાંસિયા પર ધકેલી દીધા હતા. આ સંશોધન પછી વિધાનસભા દ્વારા કરવામાં આવેલા સંવિધાન-સંશોધનોને કોઈ પણ આધાર પર ન્યાયાલયમાં પડકારી શકાતું નહતું. સાથે જ સાંસદો અને ધારાસભ્યોની સભ્યતાનો પણ ન્યાયાલયમાં પડકારી શકાતા નહતા. કોઈ વિવાદની સ્થિતિમાં તેમની સભ્યતા પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને આપી દેવામાં આવ્યો અને સંસદનું કાર્યકાળ પણ પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરી દેવામાં આવ્યું.

કટોકટી દરમિયાન ભારતીય સંવિધાનમાં કેટલાક સંશોધન એવા પણ હતા. જેમને સકારાત્મક દષ્ટીથી જોઈ શકાય તેમ હતા. સંવિધાનની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ અને ‘અખંડતા’ જેવા શબ્દોથી જોડાવવા અને સંવિધાનમાં મૌલિક કર્તવ્યોનું સામેલ થવા કેટલાક આવા જ ઉદાહરણ છે. આ જ કારણ છે કે આ પરિવર્તન આજે પણ આપણા બંધારણનો હિસ્સો છે. જોકે, આ કેટલાક સકારાત્મક જોગવાઈઓથી ક્યારેય પણ કટોકટી અને તેની આડમાં થયેલ સંવિધાન સંશોધનની ક્ષતિપૂર્તિ કરી શકાય નહીં.

કટોકટી પછી થયેલી ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધીને પોતાની સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો. 1977માં પહેલી વખત ભારતમાં એક ગેર-કોંગ્રેસી સરકાર બની. મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકાર આવતા જ સંવિધાનને સુધારવાનું કામ શરૂ કર્યું. આની મુખ્ય જવાબદારી તત્કાલીન કાનૂન મંત્રી શાંતિ ભૂષણને આપવામાં આવી. સંશોધનોથી ક્ષતિગ્રસ્ત થયેલ સંવિધાનના સજાવટ માટે અન્ય સંશોધનોની જરૂરત હતી. જનતા પાર્ટીએ સૌથી પહેલા 43માં સંશોધન દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને તેમના અધિકારો પરત અપાવ્યા. તે પછી સંવિધાનના 44મા સંશોધન દ્વારા સંવિધાન ફરીથી પોતાના મૂળ અવસ્થામાં આવી ગયું. 42માં સંશોધનથી જે ક્ષતિ સંવિધાનને થઇ હતી, તેને ઠિક કરવાનો સૌથી વધારે શ્રેય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ 44માં સંશોધનને જ જાય છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ 42માં સંશોધનના કેટલીક જોગવાઈઓને ગેરબંધારણીય ગણાવતા સંવિધાનને તેનું મૂળ સ્વરૂપ પરત મળ્યું.

ન્યાયપાલિકાને બીજી વખત મજબૂત કરવા અને 42મું સંશોધનોના દોષોને દૂર કરવાની સાથે જ 44મા સંશોધને સંવિધાનને પહેલાથી પણ વધારે મજબૂરી આપવાનું કામ કર્યું છે. આ સંશોધને સંવિધાનમાં કેટલાક એવા પરિવર્તન કર્યા જેનાથી 1975ની કટોકટી જેવી સ્થિતિ બીજી વખત ઉતપન્ન ના થાય. કટોકટી સંબંધી જોગવાઈઓમાં ‘આતંરિક અશાંતિ’ના સ્થાન પર ‘સશસ્ત્ર વિદ્રોહ’ શબ્દ જોડવામાં આવ્યો હતો. આ સાથે જ આ સંશોધનોએ મૌલિક અધિકારોને પણ મજબૂતી આપી.

જનતા પાર્ટીની સરકાર વધારે સમય સુધી ચાલી નહીં. સત્તામાં આવ્યાના કેટલાક સમય પછી આમાં કેટલાક વિભાજન થવા લાગ્યા હતા. સુપ્રસિદ્ધ લેખક રામ ચન્દ્ર ગુહાએ પોતાની પુસ્તક ‘ઈન્ડિયા આફ્ટર ગાંધી’માં જનતા પાર્ટી વિશે લખ્યું છે કે, કોંગ્રેસે પોતાના સિદ્ધાંતોને બર્બાદ કરવામાં ત્રીસ વર્ષ લગાવ્યા, જ્યારે જનતા પાર્ટીએ આ કામ એક વર્ષમાં જ કરી દીધું. જનતા પાર્ટી ભલે પોતાના આ કાર્યકાળ પછી વિખેરાઈ ગઈ હોય પરંતુ તેને નિશ્ચિત ભારતીય સંવિધાનને વિખેરવાથી બચાવ્યું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9