Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ પોલીસકર્મીઓ માટે કમિશનરે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ પોલીસકર્મીઓ માટે કમિશનરે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

0
3012

રાજયમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા પોલીસકર્મીઓ પણ હવે ધીમે ધીમે કોરોનાની ચપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 280 પોલીસ કર્મીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યારે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે,જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ચેપ લાગતાં પોલીસ કર્મીઓને હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીએ આજ રોજ પોલીસકર્મી માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સામેની આ મોટી જંગમાં પોતોના પરિવારથી દુર રહી દેશની રક્ષા કરનારાઓ અમદાવાદ શહેરના તમામ પોલીસકર્મીઓની સારવાર હવે નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં પોલીસકર્મીઓને સારવાર આપવામાં આવશે. અમદાવાદમાં અત્યાર સુધી 280 પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. અને અત્યાર સુધી 91 પોલીસકર્મી સારવાર હેઠળ છે. તો થોડા દિવસ પહેલાં કૃષ્ણનગરનાં પોલીસ જવાનનું દુઃખદ અવસાન પણ થયું હતું.

તેવામાં અમદાવાદમાં આજે રામોલ પોલીસ સ્ટેશનમાં એક ASI સહિત 5 પોલીસ કર્મી કોરોના પોઝિટિવ આવ્યો છે. SHE ટીમમાં ફરજ બજાવતાં 2 પોલીસ કર્મી અને કોમ્પ્યુટર ઓપરેટર સહિત 5 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેને કારણે પોલીસ સ્ટેશનમાં કામ કરતાં અન્ય પોલીસ કર્મીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આસારામ પછી નારાયણ સાંઈના જામીન ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કર્યા