Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેસીડેન્ટ તબીબો માટે સંવેદનશીલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રેસીડેન્ટ તબીબો માટે સંવેદનશીલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

0
40
  • સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

  • કોરોના સંક્રમિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલમાંથી આ નિર્ણય લઇ સ્ટાઇપેન્ડ વધારવાની મંજૂરી આપી

  • સરકારી કોલેજોના 5767 તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના 634 રેસીડેન્ટ તબીબો મળી કુલ-6401 રેસીડેન્ટ તબીબોને લાભ મળશે

  • રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 100 કરોડનું આર્થિક ભારણ થશે

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવામાં જોડાયેલા રાજ્યના રેસીડેન્ટ તબીબો માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે કોરોના સંક્રમિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે હોસ્પિટલમાંથી જ રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારાનો અમલ 1લી એપ્રિલથી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારી કોલેજોના 5767 તથા જીએમઇઆરએસ કોલેજોના 634 મળી કુલ 6401 તબીબોને લાભ મળશે. રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારાના કારણે સરકાર પર વાર્ષિક 100 કરોડનું આર્થિક ભારણ થશે.

દર ત્રણ વર્ષે રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે તે પ્રમાણે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની જુનિયર ડોક્ટર એસોસીએશન સાથે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચા કરી રાજ્યના હજારો કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ કાળજી લેવાય તે માટે હકારાત્મક વિચારણા કરી સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસીડેન્ટ તબીબોના હાલના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરી સ્ટાઇપેન્ડ વધારવાની મંજૂરી આપી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય થકી રાજ્ય સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના તથા જી.એમ.ઇ.આર.એસ. ના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે.
રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવાના આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 100 કરોડનું આર્થિક ભારણ થશે.

પટેલે વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયથી સરકારી કોલેજોના 5767 તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના 634 રેસીડેન્ટ તબીબો મળી કુલ-6401 રેસીડેન્ટ તબીબોને હાલના મળતા સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો તા. 1 લી એપ્રિલ, 2021 થી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબોને મળશે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ સંક્રમિત લોકોની સારવાર સેવાની ફ્રંટલાઇન વોરિયર તરીકે દિવસ રાત સતત કપરી ફરજ બજાવતા આ આરોગ્ય તબીબોના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat