Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય

0
48

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા 35 ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat