Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > CBSEનો મહત્વપૂર્ણ નિર્ણય- વર્ષમાં બે વખત કરાવશે બોર્ડની પરીક્ષા

CBSEનો મહત્વપૂર્ણ નિર્ણય- વર્ષમાં બે વખત કરાવશે બોર્ડની પરીક્ષા

0
135

CBSCએ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે નવી સ્કીમની જાહેરાત કરી છે. ધોરણ 10 અને 12 (CBSE 10th-12th Board) બોર્ડ માટે આ શૈક્ષણિક વર્ષને બે ભાગોમાં વહેંચવામાં આવી છે. પ્રથમ સત્રની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થશે, જ્યારે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં કરાવવામાં આવશે.

કોરોના મહામારીમાં CBSEએ પરીક્ષાઓને સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જણાવી દઈએ કે, પાછલા વર્ષે શરૂ થયેલી મહામારીએ સીબીએસઈ સહિત વિભિન્ન બોર્ડ્સે પરીક્ષાઓ ઉપર ખુબ જ અસર કરી હતી. અનેક પરીક્ષાઓને રદ્દ પણ કરવી પડી છે.

તેવામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે શૈક્ષણિક (CBSE) સત્ર 2021-22 માટે પરીક્ષાઓનું સરળતાથી આયોજન થઈ શકે તે માટે ઉપરોક્ત મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડ તરફથી જાહેર કરેલ સ્પેશ્યલ એસેસમેન્ટ સ્કીમ પ્રમાણે આ સત્રમાં બે વખત પરીક્ષા આયોજીત કરવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં બોર્ડ સિલેબસ જાહેર કરી દેશે.

સીબીએસઈએ કહ્યું કે એકેડમિક સેશન 2021-22 બે તબક્કામાં વિભાજીત થશે. પ્રત્યેક તબક્કામાં લગભગ 50-50 ટકા સિલેબસ કવર થશે. બોર્ડે તે પણ કહ્યું કે શૈક્ષણિક સત્ર 2021-22ના પાઠ્યક્રમને વિશેષ વિશેષજ્ઞો દ્વારા વ્યવસ્થિત દ્રષ્ટિકોણનું પાલન કરીને બે ભાગમાં વિભાજન કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat