Gujarat Exclusive > દેશ-વિદેશ > વર્લ્ડ બેન્ક પછી IMFએ મોદી સરકારને આપ્યો ફટકો

વર્લ્ડ બેન્ક પછી IMFએ મોદી સરકારને આપ્યો ફટકો

0
775

વર્લ્ડ બેન્ક બાદ હવે આઇએમએફે ભારતના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી દીધુ છે. આઇએમએફે 2018માં ભારતના ગ્રોથ રેટનું અનુમાન 6.8 ટકા રાખ્યુ હતું પરંતુ 2019 માટે તેને ઘટાડીને 6.1 ટકા કરી દીધુ છે. આઇએમએફે ગ્લોબલ ગ્રોથ રેટ અનુમાન પણ ઘટાડીને 3 ટકા કરી દીધુ છે.

જોકે, આઇએમએફે 2020 માટે ઇન્ડિયન ઇકોનોમીની સૌથી સારી તસવીર રજૂ કરી છે. આઇએમએફનું આકલન છે કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં આર્થિક વિકાસ દર 7 ટકા રહેશે. આ પહેલા વર્લ્ડ બેન્કે ભારતના ગ્રોથ રેટનું અનુમાન 7.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધુ હતું. વર્લ્ડ બેન્કે એમ પણ કહ્યું હતું કે ભારે સ્લોડાઉન પહેલાથી જ સંકટમાં ચાલી રહેલા ફાઇનાન્શિયલ સેક્ટરની સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ કરી શકે છે.

પ્રથમ ત્રણ મહિનામાં ગ્રોથ રેટ ઘટીને 5 ટકા થઇ ગયો હતો

એપ્રિલમાં વર્લ્ડ બેન્કે 7.5 ટકા ગ્રોથ રેટનું અનુમાન લગાવ્યુ હતું પરંતુ તે બાદ પ્રથમ ત્રણ મહિનામાં ગ્રોથ રેટ ઘટીને 5 ટકા થઇ ગયુ. આ છ વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. દેશમાં કંજ્યૂમર ડિમાન્ડ ઘટવા અને સરકાર તરફથી કરવામાં આવતા ખર્ચમાં કમીને કારણે ઇકોનોમીની ઝડપ ઘટી ગઇ છે.

છેલ્લા કેટલાક મહિનાથી ઇકોનોમીના લગભગ તમામ ઇંડિકેટર્સ ખરાબ પ્રદર્શન કરી રહ્યાં છે. ઔધોગિક ઉત્પાદન ઝડપથી ઘટ્યુ છે. ઓગસ્ટમાં તેનું પ્રદર્શન ગત છ વર્ષમાં સૌથી ખરાબ રહ્યું. સ્પષ્ટ છે કે ઇકોનોમીને ઝડપ આપવાનો સરકારનો પ્રયાસ કામે લાગતો નથી.

ઇકોનોમીને સ્થિર કરવા માટે રિઝર્વ બેન્ક આ વર્ષે પાંચ વખત વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે. અર્થવ્યવસ્થાની તકલીફ જોતા આરબીઆઇએ ખુદ પોતાનો ગ્રોથ રેટ અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દીધુ હતું.

મૂડીજે પણ ઘટાડ્યુ હતું ગ્રોથ રેટનું અનુમાન

ગત અઠવાડિયે મૂડીજે પણ ભારતના ગ્રોથ રેટનું અનુમાન 6.2 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરી દીધુ હતું. મૂડીઝે એમ પણ કહ્યુ હતું કે નબળા ગ્રોથને કારમે સરકારના રાજકોષીય મેનેજમેન્ટને ફટકો પડી શકે છે.

વર્લ્ડ બેન્કે પણ ઇકોનોમીને લઇને આવી જ ચિંતા વ્યક્ત કરી છે. બેન્કે કહ્યું છે કે કોર્પોરેટ ટેક્સમાં કાપથી ભારતીય અર્થવ્યવસ્થાને 1.5 લાખ કરોડ રૂપિયાના રાજસ્વનું નુકસાન થશે.જોકે, બેન્કે આગામી નાણાકીય વર્ષમાં હાલતમાં સુધારની આશા વ્યક્ત કરી છે.

2000 રૂપિયાની નોટોને લઈને RBIનો મોટો ખુલાસો