Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પ્રતિ વ્યક્તિ GDPમાં બાંગ્લાદેશ પણ ભારતથી આગળ નીકળશે: IMF

પ્રતિ વ્યક્તિ GDPમાં બાંગ્લાદેશ પણ ભારતથી આગળ નીકળશે: IMF

0
138
  • આ વર્ષે GDPમાં 10.3 ટકાની ખોટ, 2021માં ચીનને પાછળ છોડશે ભારત
  • GDP મામલે પાકિસ્તાન અને નેપાળ જ ભારત કરતા પાછળ રહેશે
  • ભારતની GDPમાં 2021માં 8.8 ટકાની વૃદ્ધિનું અનુમાન

IMF Reports On India: કોરોના કાળમાં ભારતીય અર્થ વ્યવસ્થાને (Indian Economy) પડેલ ફટકો તેને પ્રતિ વ્યક્તિ GDPના મામલે બાંગ્લાદેશ કરતાં પણ પાછળ લઈ જઈ શકે છે. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF)ના અનુમાન (IMF India GDP Forecast) અનુસાર, બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ GDP 2020માં 4 ટકાના દરે વધીને 1,888 ડૉલરના લેવલે પહોંચી શકે છે.

જ્યારે ભારતમાં પ્રતિ વ્યક્તિ GDP 10.3 ટકાના ઘટાડા સાથે 1,877 ડૉલર સુધી ઘટી શકે છે. ગત 4 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ GDP ના મામલે આ ભારતનું સૌથી નબળુ પ્રદર્શન રહેશે.

બન્ને દેશોની સંભાવિત GDPનું આ અનુમાન (IMF India GDP Forecast) હાલ પ્રાપ્ત આંકડાના આધારે દર્શાવવામાં આવ્યું છે. જો આવુ થાય છે, તો પ્રતિ વ્યક્તિ GDPના મામલે ભારત દક્ષિણ એશિયામાં માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતાં જ આગળ હશે.

આ સિવાય બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશ ભારત કરતાં આગળ હશે. 5 વર્ષ સુધી ભારતની પ્રતિ વ્યક્તિ GDP બાંગ્લાદેશની સરખામણીમાં 40 ટકા વધારે હતી. જો કે આ દરમિયાન બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ GDPમાં 9.1 ટકાની કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે ભારતનો ગ્રોથ 3.2 ટકા જ રહ્યો છે. જેને પગલે પ્રતિ વ્યક્તિ GDPના મામલે બાંગ્લાદેશ ભારતની નજીક આવી ગયું છે. જો કે 2021માં ભારત ફરીથી એક વખત વાપસી કરશે.

IMFએ (IMF India GDP Forecast) આશા વ્યક્ત કરી છે કે, 2021માં ભારતની પ્રતિ વ્યક્તિ GDP 8.8 ટકાની ઝડપે વધશે. જ્યારે બાંગ્લાદેશનો ગ્રોથ 5.4 ટકા જ રહેશે. આગામી વર્ષે ભારતની પ્રતિ વ્યક્તિ GDP 2030 ડૉલર હશે, જ્યારે બાંગ્લાદેશ 1990 પર રહેશે.

આગામી વર્ષે ભારત ચીનને પાછળ છોડીને ઝડપથી વિકસતી જતી અર્થ વ્યવસ્થાનો (Indian Economy)દરજ્જો હાંસલ કરી લેશે. 2021માં ચીનને 8.2 ટકાનો GDP પ્રાપ્ત થાય તેવું અનુમાન છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં #BoycottTanishq ટ્રેન્ડ થતાં જ ટાઈટનના શેર તૂટ્યાં

IMFનું (IMF India GDP Forecast) કહેવું છે કે, હાલના નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થ વ્યવસ્થા (Indian Economy) 10.3 ટકાના ઘટાડાનો સામનો કરશે. જ્યારે અગાઉ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જૂનમાં 4.5 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું.

વિકસતી જતી અર્થ વ્યવસ્થાઓ વાળા દેશોમાં ભારતની સ્થિતિ ઘણી જ નબળી રહી છે અને તેને બીજા ત્રિમાસિકમાં અનપેક્ષિત ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનની અસર એપ્રિલ-જૂનના ત્રિમાસિક દરમિયાન જોવા મળી હતી. જેના પગલે જૂન ત્રિમાસિકમાં GDP 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. જે છેલ્લા 4 દાયકામાં સૌથી ખરાબ પરિણામ છે.