Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બનાસકાંઠા-પાટણમાં ચેતવણી

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બનાસકાંઠા-પાટણમાં ચેતવણી

0
4593

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવમાં 9 ઇંચ જ્યારે અંબાજીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ,વલસાડ,સુરત,ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોટીલાની ભોગાવા નદીમાં નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર જોવા મળ્યા હતા. અમદાવાદ સહિત અનેક શહેરમાં વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનાથી ચિંતાતૂર બનેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. વરસાદને કારણે 21 તાલુકાઓ અછતમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા