Gujarat Exclusive > દેશ-વિદેશ > IMAનો દાવો- કોવિડથી એક જ દિવસમાં 50 ડોક્ટરોના મોત

IMAનો દાવો- કોવિડથી એક જ દિવસમાં 50 ડોક્ટરોના મોત

0
67

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ દાવો કર્યો છે કે, કોવિડથી એક જ દિવસમાં 50 ડોક્ટરોના મોત પાછલા દિવસે થઈ. સંસ્થાનું કહેવું છે કે, બીજી લહેરમાં 244 ડોક્ટરો શિકાર બની ચૂક્યા છે. બિહારમાં સૌથી વધારે ડોક્ટરોના મોતના સમાચાર છે. જ્યાં 69 ડોક્ટરો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે યૂપીમાં 34, દિલ્હીમાં 27 ડોક્ટરોના મોત થયા છે.

સંસ્થાનું કહેવું છે કે, મૃત્યુ પામેલા ડોક્ટરોમાં ત્રણ ટકાને વેક્સિન મળી હતી. ભારત સરકારે પાછલા પાંચ મહિનામાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી રાખ્યું છે પરંતુ હજું માત્ર 66 ટકા હેલ્થ વર્કરોને જ રસી આપવામાં આવી છે. જે ખુબ જ ગંભીર સ્થિતિ છે. આનાથી લોકોનો જીવ બચાવવા ઝઝૂમી રહેલા પોતે મોતના મોઢામાં ધકેલાઈ રહ્યાં છે. સંસ્થાનું કહેવું છે કે, તેઓ ડોક્ટરોને વેક્સિન આપવા માટે દરેક સંભવ કોશિશ કરશે. તેમને આવા ખતરા સામે રસી આપ્યા વગર છોડી દેવા જોઈએ નહીં.

આઈએમએ કોરોનાની સ્થિતિને પહોંચીવળવા માટે યોગ્ય પગલા ના ભરવા માટે કેન્દ્ર સરકારની ખુબ જ ટીકા કરી છે. કેટલાક સમય પહેલા એક પત્ર દ્વારા આઈએમએ દ્વારા દેશભરમાં એક સાથે લોકડાઉનની ભલામણ કરી હતી. જેમાં આઈએમએ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અલગ-અલગ રાજ્યોમમાં લોકડાઉન કરવાની જગ્યાએ કેન્દ્રને દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવી જોઈએ.

સંસ્થાએ કહ્યું, કોરોના મહામારીની બીજી લહેરથી ઉભી થયેલી સ્થિતિને પહોંચીવળવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ખુબ જ સુસ્ત છે. સરકારનો આવો વલણ જોઈને આઈએમએ હેરાન છે. IMAએ કહ્યું, “સરકારે કોરોના સામે લડવા માટે આઈએમએ તરફથી આપવામાં આવેલા સૂચનોને ફગાવી દીધી. ગ્રાઉન્ડ લેવલના સત્યને જાણ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat