Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: લોકડાઉન વચ્ચે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

અમદાવાદ: લોકડાઉન વચ્ચે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

0
1907

અમદાવાદ: ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકાર દ્વારા 14 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, ત્યારે આવા કપરા સમયે પણ બુટલેગરો બેખૌફ થઈને પોતાનો ધંધો કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

હકીકતમાં લૉકડાઉનના પગલે દેશમાં જરૂરી સેવાઓ પૂરી પાડતા વાહનોને છૂટ આપવામાં આવી છે. એમાં પણ ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોને બફર ઝોન બનાવવામાં આવ્યા છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા લૉકડાઉનનુ ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આવા સમયે શહેરમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા બે જણાં ઝડપાઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લૉકડાઉનના પગલે નરોડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાના ચિલોડા પાસે બંદોબસ્તમાં હતા. આ દરમિયાન એક ઈક્કો એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતા પોલીસે તને અટકાવી હતી. જે બાદ તેમાં તલાશી લેતા એમ્બ્યુલન્સમાંથી 22 લિટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે મનિષ ઠાકોર અને લલિત રાજપૂત નામના બે ઈસમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૉકડાઉન: ટપાલી હવે પત્ર જ નહીં, ફળ-શાકભાજી અને દવાઓ પણ પહોંચાડશે તમારા ઘરે