Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCની ગેરકાયદેસર બાંધકામ તોડવાની ઝુંબેશ, 1418 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

AMCની ગેરકાયદેસર બાંધકામ તોડવાની ઝુંબેશ, 1418 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

0
92
  • સરખેજમાં રિઝર્વેશન પ્લોટમાં તાણી દીધેલી છ કોમર્શીયલ દુકાનો તોડી પડાઇ

  • ટી.પી. રોડ પરના દબાણો દૂર કરીને 300 મીટર લંબાઇની જગ્યા ખુલ્લી કરાઇ

  • માણેકચોકમાં ટ્રાફિકને અડચણરૂપ 78 ઓટલા તોડી પડાયાં

અમદાવાદ: શહેરના સાતેય ઝોનમાં છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો તથા રિઝર્વેશન પ્લોટમાં થઇ ગયેલા ગેરકાયદે બાંધકામોને તોડવાની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરુપે આજે શહેરના સાતેય ઝોનમાં એસ્ટેટ વિભાગની ટૂકડીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકીને આશરે 1418 ચો.મી.ના બિન અધિકુત બાંધકામો દૂર કર્યા હતા. તથા 300 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરી હતી.

શહેરના સરખેજ અંબર ટાવર સામેના 100 ફૂટ રોડ પર મારવેલ ડેવલપર્સની સામે તથા ઝૈનબ રેસીડેન્સીની પાસે રિઝર્વેશન પ્લોટમાં બાંધી દીધેલી 4 કોમર્શીયલ દુકાનો તોડી નાંખીને 1854 ચો. ફૂટ તથા સિદ્દીકાબાદ કોલોનીના નાકા પર રિઝર્વેશન પ્લોટમાં બાંધી દીધેલી બે દુકાનોનું બાંધકામ દૂર કરીને 689 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ હતી. આ ઉપરાંત નેબરહૂડ સેન્ટરની 70,628 ચો. ફૂટ તથા સેલ ફોર કોમર્શીયલની 24,748 ચો. ફૂટ સહિત કુલ 95,376 ચો. ફૂટના બંને પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભારતમાં ચીન વિરુદ્ધ આક્રોશ, છતાંચાઇનીઝ ફોનનું ધૂમ વેચાણ

જયારે થલતેજ વોર્ડમાં વુંદાવન બંગલો પાસે, સાયન્સ સીટી પાછળ, હેબતપુર નજીક 18 મીટર પહોળાઇના ટીપી રસ્તાની જગ્યા પર થયેલા દબાણો હટાવીને 300 મીટર લંબાઇમાં ખુલ્લી કરાઇ છે. તો ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ પાછળ ફાયનલ પ્લોટ નં.12માં ગ્રાઉન્ડ ફલોર માર્જીનમાંનું 47 ચો.મી.નું કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દૂર કરાયું છે. ઉત્તર ઝોનમાં બાપુનગર લીલાનગર રોડ પર મોહન નગર વિભાગ 3 225નું 71 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ છે તો મણિનગર વોર્ડમાં કાંકરિયા શાળા નં.6ની સામે મધુર હોટલ પાસે 30 ચો.મી.ના બે યુનીટનું બાંધકામ દૂર કર્યું હતું.

રીલીફ રોડ પરના ઝકરીયા મસ્જીદની બાજુમાં આવેલી સ્ટાર હોટલના માલિક દ્રારા પરવાનગી વગર ફર્સ્ટ ફર્સ્ટથી માંડીને ફોર્થ ફલોર સુધી 6950 ચો. ફૂટ જગ્યામાં કોમર્શીયલ બાંધકામ કરી દીધું હતું. તેમને નોટીસ બાદ સીલ કરવામાં આવ્યું હતું. છતાં બાંધકામ ચાલુ રાખ્યું હતું. આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ઉપરોક્ત તમામ બાંધકામ તોડી પાડયું હતું. તે જ રીતે અસારવા બ્રીજ પાસે આવેલા અભિષેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 2માં આવેલા શેડ નં. 9 અને 10ના કુલ બે શેડનું બાંધકામ તોડી નાંખીને આશરે 385 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ હતી. આ ઉપરાંત માણેકચોક વિસ્તારમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાને લઇને ચાંદલા ઓળથી માણેકચોક ગાંધીરોડ સુધીના રસ્તા પરની ટ્રાફિકને નડતરરૂપ તાય તે રીતે બનાવવામાં આવેલા આશરે 78 નંગ પાકા ઓટલા તથા પગથિયા પ્રકારના દબાણો દૂર કરીને આશરે 600 રનીગ મીટર લંબાઇનો રસ્તો ખુલ્લો કર્યો હતો.

આ પણ વાંચો: ATSએ રૂ.1 કરોડના ચરસ કેસમાં ફરાર ઈમરાનને ઝડપ્યો, મુંબઈના નિતીન ચીકનેનું નામ ખુલ્યું

આ ઉપરાંત પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ઓઢવના એસ.પી. રીંગ રોડથી રાજીવનગર સુધીના 18 મીટર ટી.પી. રસ્તામાં આશરે 500 મીટર લંબાઇ સુધીના રસ્તામાં રેસીડેન્સ પ્રકારના 7 તથા કોમર્શીયલ પ્રકારના 12 મળીને કુલ 19 પાકા બાંધકામોને જમીનદોસ્ત કરીને અંદાજે 350 ચો.મી. જગ્યા ખુલ્લી કરી હતી.