Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો, સાતની ધરપકડ

રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો, સાતની ધરપકડ

0
63

રાજકોટમાં દેશના અલગ અલગ રાજયોમાં શેરબજાર ડિમેટ અકાઉન્ટ ધરાવતા લોકો સાથે છેતરપિંડી કરતા 7 લોકોને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે.

શેરબજારમાં ડિમેટ ધરાવતાં લોકોને દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને અમારી એપ્લિકેશન કે જે ઓટોમેટિક ટ્રેડ થાય છે તેમાં રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેતા હતાં. બાદમાં કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેતા હતા.

રાજકોટના સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં. 409 ઇન્સ્યોર કેર નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યા હતા. અહીં ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી કરતી ગેંગનું કોલસેન્ટર પકડી લેવાયું છે. આ ગુનામાં લતીફ ઇરશાદભાઈ નરીવાલા કોલ સેન્ટરમાં સંચાલક છે. અન્ય છ આરોપીઓમાં આમીર અમીનભાઈ નરીવાલા, નશરુલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા, કાજલ ભરતભાઈ મકવાણા, કોમલ હરેશભાઇ પ્રાગડા, પુજા રશીકભાઇ સોલંકી અને સાહીસ્તા વસીમભાઇ કુંપીનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શેરબજારમાં ડિમેટ ધરાવતા લોકોના લીડ ડેટા મેળવી ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા નાગરિકોને સૌપ્રથમ કોલ સેન્ટર મારફતે કસ્ટમરને ફોન કરતા હતા. ફોનમાં મોબાઇલ એપ્લિકેશનમાં ટ્રેડ કરવાથી ચોક્કસ નફો થાય તેવું કહી વિશ્વાસમાં લેતા હતા. નફો થાય તેમાંથી 30 ટકા કમિશન આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ, અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી લેતા હતા. બાદમાં 15 એકાઉન્ટમાં 15 હજાર જમા કરાવાનું કહેતા હતા. કસ્ટમરસ 15 હજાર જમા કરાવે પછી તેમાંથી પૈસા ઉપાડી લેતા અને એકાઉન્ટ બંધ કરાવી દેતા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9