Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર ટીચર્સ યુનિવર્સિટી IITEમાં સામાન્ય ફી છતાં 50% જ બેઠકો ભરાઇ

ગાંધીનગર ટીચર્સ યુનિવર્સિટી IITEમાં સામાન્ય ફી છતાં 50% જ બેઠકો ભરાઇ

0
229
  • યુનિવર્સિટી હેઠળની 59 કોલેજોમાં2950માંથી 1557 બેઠક જ ભરાઇ
  • પ્રવેશ પ્રક્રિયા ખામીયુક્ત હોવાથી દુરોગામી અસર થશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગાંધીનગરમાં શિક્ષકોના અભ્યાસ માટેની વિશેષ  ટીચર્સ યુનિવર્સીટી Indian Institute of Teacher Education (IITE)માં  સામાન્ય ફી હોવા છતાં 50 ટકા જ બેઠકો ભરાઇ છે. આના માટે યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા ખામીયુક્ત હોવાનું કોંગ્રેસના પ્રવક્ત મનીષ દોશીએ આક્ષેપ મૂક્યો છે.

ભાષાકીય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો નથી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે નિવર્સિટી હેઠળની 59 કોલેજોમાં 2950 બેઠકોમાંથી 1557 બેઠકો પર જ પ્રવેશ થયોછે. કે, બાકીની 50 ટકા બેઠકો ખાલી રહે તેવું પ્રથમ વખત બન્યું છે. ટીચર્સ એજ્યુકેશન આપતી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં 10થી ઓછા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે. જે ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કુત સહિતની ભાષાના વિદ્યાર્થીઓનો સરકારી, ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પ્રવેશ થયેલો નથી. બે હજાર સુધીની પરવડે તેવી ફી હોવા છતાં 50 ટકા બેઠકો પર જ પ્રવેશ થયો છે. તે ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં જોડાયેલા મ્યુનિ. શિક્ષકોને 54.40 લાખ માનદ્દ વેતન

ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,

“ગાંધીનગર ખાતે આવેલી ટીચર્સ યુનિવર્સીટી ( IITE ) સાથે રાજયની 18 ડાયટ, 50 વર્ષ જેટલાં સમયથી સ્થપાયેલી 38 ગ્રાન્ટેડ અને બે સરકારી સંસ્તા નસવાડી અને મેઘરજ એમ કુલ 59 કોલેજોમાં 2950 બેઠકોની જોગવાઇ છે. આ 59 સરકારી, ગ્રાન્ટેડ, ડાયટ કોલેજોના ફીનું ધોરણ 2 હજાર રૂપિયા જેટલું છે. જે સામાન્ય, મધ્યમ વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વાજબી અને પરવડે તેવી ફીમાં શિક્ષણ અભ્યાસક્રમની તક છે.”

અગાઉ મુખ્યમંત્રીને 15 ઓગસ્ટે પણ પત્ર લખ્યો હતો

“તાજેતરમાં ટીચર્સ યુનિવર્સીટીએ હાથ ધરેલ પ્રવેશ કાર્યવાહી સમયે પ્રવેશ પરીક્ષાના કારણે ઊભી થનારી પરિસ્થિતિથી અનેક વિદ્યાર્થીઓને સરકારી ગ્રાન્ટેડ સંસ્થામાં અભ્યાસની તક છીનવાશે તેવી સ્પષ્ટ બાબત અમોએ આપને 15 ઓગસ્ટના પત્રથી ધ્યાન પર મૂકયું હતું. આ પત્રમાં અમોએ વિદ્યાર્થીઓને થનારા અન્યાયની સાથોસાથ અધ્યાપક સહાયકોને પણ નોકરીની તકો ગુમાવવી પડશે, તે બાબત પણ ધ્યાન પર મૂકી હતી.”

“ટીચર્સ યુનિવર્સીટીની પ્રવેશ પ્રક્રિયા ખામીયુક્ત અને નિષ્ફળ સાબિત થઇ છે. અથવા તો જાણી જોઇને સરકારી ગ્રાન્ટેડ સંસ્થા બંધ થાય અને 50થી 60 હજારની વાર્ષિક ઊંચી ફી વસૂલતી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં સામાન્ય, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડશે તેવું આયોજન સ્પષ્ટ થઇ રહ્યું છે.”

આ પણ વાંચોઃ રાજ્યના સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત આપશે રૂપાણી સરકાર

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ટીચર્સ યુનિવર્સીટીની પ્રવેશ પ્રક્રિયા ખામીયુક્ત છે. જેની દુરોગામી અસર તમામ ટીચર્સ એજ્યુકેશનની વર્ષો જૂની સંસ્થાઓ પર થશે. જે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા માટે વાજબી નથી. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ટીચર્સ યુનિવર્સિટી ( IITE ) તરફથી જણાવાયું છે કે, 59 કોલેજમાં 50 બેઠકો પ્રમાણે 2950 બેઠકો છે. તેમાંથી આજદિન સુધીમાં 2089 બેઠકો ભરાઈ છે. મતલબ હવે 861 બેઠકો ખાલી રહી છે. હજુ વિજ્ઞાન વિષયના પ્રવેશ બાકી છે , જેમાં ૨૫૦૦ થી વધુ ઉમેદવાર પાસ થયા છે. તેઓની પ્રવેશ કાર્યવાહી તા. 10થી 12 સપ્ટેમ્બર દરમ્યાન થશે. આમ 50 ટકા બેઠકો ખાલી રહી તે બાબત સત્યથી દૂર છે.