Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > JEE Advancedનું પરિણામ જાહેર, કાર્તિકેય ગુપ્તાએ કર્યુ ટૉપ

JEE Advancedનું પરિણામ જાહેર, કાર્તિકેય ગુપ્તાએ કર્યુ ટૉપ

0
304

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રૂડકીએ જેઈઈ-એડવાન્સ એક્ઝામ (IIT-JEE Advanced Result 2019)ના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો પરીક્ષા આપનાર jeeadv.ac.in અથવા results.jeeadv.ac.in સાઈટ પર જઈને પોતાનું પરીણામ જોઈ શકે છે. જણાવી દઈએ કે, આ પરીક્ષા માટે 2,45,000 કરતા વધારે વિદ્યાર્થીઓ યોગ્ય હતા. જો કે IIT-JEE Advanced પરીક્ષા માટે 1.65 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

IIT-JEE Advancedના ટોપર
જેઈઈ એડવાન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાન એલેન કેરિયર ઈન્સ્ટીટ્યૂટ, કોટાના વિદ્યાર્થી કાર્તિકેય ગુપ્તાએ મેળવ્યું છે. જણાવી દઈએ કે, 17 વર્ષના કાર્તિકેય ગુપ્તાએ JEE Main-2019 પરીક્ષામાં 18મોં રેન્ક મેળવ્યો હતો. તેમણે 360માંથી 337 અંક પ્રાપ્ત કર્યા છે. કાર્તિકિય મહારાષ્ટ્રના ચંન્દ્રપુરના છે અને તેમના પિતા ચંન્દ્રેશ ગુપ્તા પેપર ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. જ્યારે તેમની માતા પૂનમ ગુપ્તા ગૃહિણી છે. જણાવી દઈએ કે, પરીક્ષામાં બીજૂ સ્થાન ઈલાહાબાદના હિમાંશૂસિંહ અને ત્રીજા સ્થાને નવી દિલ્હીના અર્ચિત બુબનાએ પ્રાપ્ત કર્યું છે.

આવી રીતે જુઓ પરિણામ
પરિણામ જોવા માટે jeeadv.ac.in અથવા results.jeeadv.ac.in વેબ સાઈટ પર જવું પડશે
રજિસ્ટ્રેશન નંબર, બર્થડેટ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ વગેરે જાણકારી આપીને તમે પરિણામ જોઈ શકો છો
જે બાદ પરિણામ સ્ક્રિન પર જોવા મળશે અને તેની પ્રિન્ટ પણ લઈ શકાશે.