Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉપભોક્તાઓને રાહત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત વિશે વાતચીત કરવી પડશે- નાણામંત્રી

ઉપભોક્તાઓને રાહત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત વિશે વાતચીત કરવી પડશે- નાણામંત્રી

0
41

દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ લિટર IIM Ahmedabad Nirmala Sitharaman

અમદાવાદ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરુવારના રોજ IIMની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે ભારતમાં વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમત પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉપભક્તોઓને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે – પેટ્રોલ અને ડીઝલ પર કર ઓછું કરવા મુદ્દે એકબીજાથી વાતચીત કરવી પડશે. IIM Ahmedabad Nirmala Sitharaman

કેન્દ્રીય નાણામંત્રી નિર્લઅમદાવાદ IIMમાં કાર્યક્રમમાં નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે માત્ર સેસ જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્યના વેટ પણ છે. કેન્દ્ર સરકાર જેટલું કમાય છે, તેનાથી 40 ટકા રકમ રાજ્યોને આપવામાં આવે છે. હું માનું છું કે ઉપભક્તો પર બોજો ઓછો થવો જોઈએ. IIM Ahmedabad Nirmala Sitharaman

સીતારમને જણાવ્યું હતું કે ઉપભકતાઓને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વાતચીત કરવી પડશે પરંતુ જોઈએ અમે શુ કરી શકીએ છીએ. સરકાર પબ્લિક સેકટર યુનિટને બંધ કરવા માંગતી નથી પરંતુ ખાનગી સેકટરની મદદ સાથે પબ્લિક સેકટર યુનિટને કુશળતાપૂર્વક ચલાવવા માંગીએ છીએ. IIM Ahmedabad Nirmala Sitharaman

આ પણ વાંચો: ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં મંગળવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને ફરીવાર રિવાઇઝ કરવામાં આવી હતી. રિટેઇલ પ્રાઈઝમાં પેટ્રોલની કિંમતમાં 31 થી 35 પૈસા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં 33 થી 38 પૈસાનો વધારો નોંધાયો હતો.

કેન્દ્રીય ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય માર્કેટે ઓઈલનું પ્રોડક્શન ઓછું કર્યું છે અને તેને લીધે કિંમતમાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું ભારતે પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોને આઉટપૂટ કટ ટાળવા રજુઆત કરી છે. પેટ્રોલની કિંમત દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ છે, કારણ કે તેના પર વેટ અને ફ્રેઈટ ચાર્જ વસુલવામાં આવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat