Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > IIM-Aમાં કોરોનાનો કહેર, વધુ 10ના રિપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમિતોનો આંકડો 70 પર પહોંચ્યો

IIM-Aમાં કોરોનાનો કહેર, વધુ 10ના રિપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમિતોનો આંકડો 70 પર પહોંચ્યો

0
43

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસ બાબતે અમદાવાદ શહેર ફરીથી એક વખત હોટસ્પોટ બની રહ્યું છે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)માં કોરોનાનો કહેર યથાવત છે. હવે અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM-A)માં 70 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી હેલ્થ ઓફિસર ડૉ મેહુલ આચાર્યએ તેની પુષ્ટિ કરી છે.  corona hotspots in ahmedabad

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, IIM અમદાવાદમાં ધૂળેટીના દિવસે કરવામાં આવેલા ટેસ્ટિંગમાં 9 વિદ્યાર્થી અને સ્ટાફ સહિત કુલ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ 12 માર્ચથી 30 માર્ચ સુધીમાં IIM-અમદાવાદમાં 64 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. corona hotspots in ahmedabad

અગાઉ 27 માર્ચે IIM-A કેમ્પસમાં 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 26 માર્ચે 5 લોકોના RT-PCR ટેસ્ટ ટેસ્ટ કરવામાં આવતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 25 માર્ચે 114 લોકોના લોકોના ટેસ્ટ થયા હતા જેમાં 91 RT-PCR ટેસ્ટ હતા, જેમાં 10નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રીતે છેલ્લા 15 દિવસમાં 70 લોકો પોઝિટિવ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્રમાં કોરોનાનો મહાવિસ્ફોટ: માત્ર માર્ચ મહિનામાં જ 2 હજારથી વધુના મોત corona hotspots in ahmedabad

IIM-Aના ડેશ બોર્ડના જણાવ્યા મુજબ, 1 સપ્ટેમ્બરથી 27 માર્ચ 2021 સુધીમાં કેમ્પસમાં કુલ 180 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 76 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસરો ઉપરાંત અન્ય સ્ટાફ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, IIM-Aમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ગયા હતા. જેમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. જો કે તેમણે પરીક્ષા આવતી હોવાથી, પોતે સંક્રમિત હોવાની વાત છુપાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમની આ ભૂલ જ ભારે પડી રહી છે. જેના કારણે આઈઆઈએમ-અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. હાલ કેમ્પસના 10થી વધુ ડોમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat