Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: સુખે જીવવું હોય તો હળવા થાવ – જતું કરો

#Column: સુખે જીવવું હોય તો હળવા થાવ – જતું કરો

0
284

ડૉ. જય નારાયણ વ્યાસ: કાગડો આમ તો ચતુર પક્ષી છે.
એવું કહેવાય છે કે કાગડો ભાગ્યે જ છેતરાય.
આવો એક કાગડો આકાશમાં ઉડી રહ્યો હતો.
નીચે એની નજર માંસના એક ટુકડા પર પડી.
એણે કાળજીપૂર્વક ઉતરાણ કરી માંસનો ટુકડો પોતાની ચાંચમાં પકડી લીધો.
દરમિયાનમાં બે બાજ પક્ષીઓની પણ આ ટુકડા ઉપર નજર હતી.
એમણે કાગડાનો પીછો કર્યો.
કાગડાની પાછળ બે બાજ આ ટુકડો એની પાસેથી પડાવી લેવા માટે ઉડી રહ્યા હતા.
કાગડાએ ઝડપ વધારી.
બાજ પણ કાંઈ ગાંજ્યા જાય તેમ નહોતા.
આ બધી રમત આકાશમાં ઊડતું એક ગરુડ જોઈ રહ્યું હતું.
ગરુડે જોયું કે કાગડો થાકી રહ્યો છે અને થોડા સમયમાં જ પેલા બે બાજ એના પર હાવી થઈ જશે.
એણે કાગડાની નજદીક જઈને એના કાનમાં સલાહ આપી.
આ ચાંચમાં ભરાવેલો માંસનો ટુકડો લઈને ઉડતા ઉડતા તું થાકી જઈશ
ફેંકી દે એને.
આ બાજને તારી સાથે કોઈ દુશ્મની નથી.
નથી એ તને મારવા માટે પીછો કરી રહ્યાં.
એમને માંસના ટુકડામાં રસ છે.
એ ફેંકી દે એટલે આપોઆપ પ્રશ્ન પતી જશે.
તું પણ હળવો થઈ જઈશ અને વધુ શક્તિથી ઉડી શકીશ.
કાગડાને ગરુડની સલાહમાં તથ્ય લાગ્યું.
એણે કચવાતા મને પેલો માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો.
એનો પીછો કરતાં બાજ પક્ષીઓએ જોયું કે માંસનો ટુકડો હવે ધરતી તરફ જઈ રહ્યો હતો.
આ સાથે જ બંનેએ ગુલાટ મારી અને પોતાની દિશા બદલી.
હવે એમને કાગડામાં રસ નહોતો.
જીવનમાં આપણે પણ ઘણીવાર એવો બોજ લઈને ફરીએ છીએ જે બીજાની ઇર્ષાનું કારણ બને છે.
ક્યારેક એ જીવનું જોખમ પણ બની જાય છે.
આ બોજ ફેંકી દો, તમે હળવા ફૂલ થઇ જશો અને તમારી પાછળ પડેલ દુશ્મન પણ ફંટાઈ જશે.
તમારી આપત્તિઓનું મૂળ સમજો.

આ પણ વાંચો: #Column: ઘુવડ અને ચામાચીડિયાની સભાએ પસાર કરેલો ઠરાવ – અંધકાર જ શાશ્વત સત્ય છે; પ્રકાશ એ તો માત્ર ભ્રમણા છે

મોટાભાગના દુઃખોનું મૂળ મોહ અને લોભ છે.
જતું નહીં કરવાની ભાવના છે.
જેવું તમે જતું કર્યું કે હળવા ફૂલ બની ગયા.
બધી જ યાતનાઓમાંથી મુક્ત થઈ ગયા.
જીવન સુખે જીવવાની ચાવી છે હળવા બનવું તે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat