Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કાશ્મીરમાં જમીન ખરીદવા માંગો છો તો મળો આ સુરતી યુવતીને….

કાશ્મીરમાં જમીન ખરીદવા માંગો છો તો મળો આ સુરતી યુવતીને….

0
10524

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેતા સોશિયલ મીડિયા પર જમીન ખરીદવાના મેસેજ ફરતા થયા છે. સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની જમીન વેચવાની જાહેરાત કરી છે.

કાશ્મીરી યુવતી મૃદુલ શર્મા થોડા સમય પહેલા જ લગ્ન કરીને સુરતમાં સ્થાયી થઇ છે. રાજસ્થાનમાં જર્નાલિઝમ કર્યા બાદ રોનક વર્મા નામના યુવક સાથે તેને લગ્ન કર્યા હતા.જોકે, કાશ્મીરથી આવેલી મૃદુલાએ હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પોતાની ત્યા રહેલી જમીન વેચવા કાઢી છે. મૃદુલના માતા-પિતા અને ભાઇ હજુ પણ કાશ્મીરમાં રહે છે.અત્યાર સુધી કાયદાની મર્યાદા હોવાથી તેઓ ત્યાંથી જમીન બહારના કોઈપણ વ્યક્તિને વેચી શકતા ન હતા અને એ જમીન ઉપયોગ વગર એમ જ પડી રહી હતી. મૃદુલ વર્મા સુરતમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેનો પરિવાર કાશ્મીરના ઉધમપુરમાં રહે છે. મૃદુલના દાદા દ્વારા કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદાઈ હતી પણ કાયદા પ્રમાણે તેની ખાસ ઉપજ નહોતી.

મૃદુલ કાશ્મીરના ઉધમપુરના પંચેરીમાં જમીન ધરાવે છે. જમ્મુ કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે. 1 મરલ્લા એટલે 270 સ્કેવર ફૂટ અને 1 મરલ્લાની કિંમત અંદાજે 4 થી 5 લાખ થાય છે. પણ હવે આ કિંમતમાં ઉછાળો આવ્યો છે. તેમની પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે. પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે.

પોતાના આ નિર્ણય વિશે મૃદુલ શર્મા કહે છે કે, કલમ 370 હટવાથી હું અને મારા પતિ બહુ જ ખુશ છે. પણ અમને કાશ્મીરના સ્થાનિકોની રોજગારી છીનવાઈ જવાનો ભય પણ છે. જોકે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના વિકાસ માટે પાંચ વર્ષની માંગણી કરી છે. જેથી અમારો પરિવાર સરકાર માટે આશાસ્પદ છે કે સરકાર અહીં રોજગારીની તકો વધુ ઉભી કરીને લોકોનો સર્વાંગી વિકાસ કરશે.

કાશ્મીર એ પૃથ્વીનું સ્વર્ગ મનાય છે. તેવામાં લોકો ચંદ્ર પર જમીન ખરીદીને રહેવા તો જઈ નથી શકતા, પણ કલમ 370 નાબૂદ થયા બાદ લોકોનું સ્વર્ગમાં જમીન ખરીદવાનું અને શાંતિથી રહેવાનું સપનું જરૂરથી સાકાર કરી શકે છે. આ કલમ હટ્યા બાદ કાશ્મીરમાં નવો વિકાસ જોવા મળશે.

કલમ 370 હટાવ્યા બાદ શું કાશ્મીરમાં વેચાઇ રહી છે જમીન? જાણો Viral Postનું સત્ય