Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અગાશી પર DJ વગાડશો તો મૂકાશો મુશ્કેલીમાં

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અગાશી પર DJ વગાડશો તો મૂકાશો મુશ્કેલીમાં

0
7

ઉત્તરાયણના પર્વને લઇને તમામ પૉલિસ મથકોને કડક સૂતના આપી સતત પેટ્રૉલિંગ કરવા જાણ કરાઇ હોવાનું જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે જણાવ્યું છે

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને લઇને પોલિસ દ્વારા અગાશી પર ખાસ ધ્યાન રાખશે. કોરોનાની ત્રીજી લહેરને લઇને સરકાર દ્વારા ટોળા એકત્રિત થવા પર પ્રતિબંધ છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ પણ સતર્ક થઇ છે. જિલ્લામાં ઉત્તરાયણનો તહેવાર સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાય તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પોલિસ તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. જાહેર જગ્યાએ અથવા તો ખુલ્લી જગ્યાએ ટોળા કરીને પતંગ ચગાવવો નહીં સાથે જ સોસાયટીમાં બહારની વ્યક્તિઓને ન બોલાવવા પોલિસ તંત્ર દ્વારા અપિલ કરાઈ છે. આ સાથે જ ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,,

ઉત્તરાયણનો પર્વ પરિવારના સભ્યો સાથે સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવા જિલ્લા પોલિસ તંત્રએ જિલ્લા વાસીઓને અપીલ કરી છે. ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં કૉરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેને લઇને કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે માટે અરવલ્લી જિલ્લા પૉલિસ તંત્ર સતર્ક બન્યું છે અને ટોળા કરી પતંગ ચગાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat