Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > એકતા તૂટશે તો દેશ તૂટશે! અયોધ્યામાં દીવા તળે અંધારૂ

એકતા તૂટશે તો દેશ તૂટશે! અયોધ્યામાં દીવા તળે અંધારૂ

0
143

ઈન્ડિયન એક્સપ્રેસમાં તવલીન સિંહે લખ્યું છે કે ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળીના અવસરે 12 લાખ દીવા નિહાળીને સારૂ પણ લાગ્યું અને ખોટું પણ. તે ચિતાઓની યાદ આવી ગઈ જે કેટલાક મહિનાઓ પહેલા સળગી હતી. લેખિકાએ યાદ અપાવ્યું કે જે ઘરમાં મોત થઈ હોય ત્યાં એક વર્ષ સુધી દિવાળી મનાવતા નથી. પછી તેઓ લખે છે કે, મુખ્યમંત્રીએ અત્યાર સુધી તે સ્વીકાર્યું નથી કે સરકારની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઓક્સિજનની અછત અથવા બેડ ના મળવાથી થયેલા મોત અથવા ગંગા કિનારે દફનાવેલી લાશોના સત્યને પણ મુખ્યમંત્રી સ્વીકારવા તૈયાર નથી. જો તે સત્ય સ્વીકારી લેવામાં આવ્યું હોત તો અયોધ્યામાં સરયૂ કિનારે લાખો દીવા જોઈને લેખિકા જરૂર ખુશ થતી.

તવલીન સિંહે લખ્યું છે કે દીવા ઓલવાઈ ગયા પછી તેમણે અર્ધ ફાટેલા કપડામાં તથા ઉઘાડપગે બાળકો અને મહિલાઓની દયનીય હાલત પણ જોઈ, જેઓ પોતાના ઘરના ચૂલા બળી શકે તે માટે દીવાનું તેલ બોટલોમાં ભેગી કરી રહ્યા હતા. લેખકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામની પ્રશંસા કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમને લખ્યું છે કે, જનતાના પૈસાથી છબિ ચમકાવવાની કોશિશમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી બંને લાગેલા છે. પોતાના વિરોધીઓને રાજદ્રોહ જેવી કલમો લગાવીને કેસ કરવા અથવા હાથરસ જેવી ઘટનાઓમાં બળાતક્કારના પુરાવાઓ નષ્ટ કરવા માટે પોલીસ દ્વારા રાતના અંધારામાં મૃતદેહને સળગાવી દેવા જેવી ઘટનાઓની લેખિયા યાદ અપાવે છે. આમ દેશ અને દુનિયાને માત્ર દિવાળીના દિવસે સળગાવેલા 12 લાખ દીવાઓ જ બતાવવામાં આવી રહ્યાં છે પરંતુ તે પછી ગરીબો દીવામાં વધેલા તેલ લેવા માટે પડાપડી કરતો દિલને ચિરતો ચિત્ર દુનિયા સામે આવવા દેવામાં આવવા દેવામાં આવતો નથી. આમ અયોધ્યામાં દીવા દળે અંધારાની વાત લેખિકા કરી રહ્યાં છે.

એકતા તૂટી તો દેશને નુકશાન

ચેતન ભગતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લખ્યું છે કે, ભારતીય ઈતિહાસનું સૌથી મોટું સત્ય તે છે કે, જ્યારે ભારતમાં ભાગલા પડે છે તો તે હારે છે. ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને શાસનના આધાર પર વિભિન્ન પ્રાંતોમાં મતભેદના કારણે જ ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત પર રાજ કરી શકી. સેકન્ડો વર્ષ પછી અસંખ્યા કુર્બાનિઓની મદદથી આપણે આઝાદી મેળવી. બ્રિટનની સરખામણીમાં બધા ભારતીયો એક થઇ ગયા અને આપણને આઝાદી મળી શકી. આવી રીતે ભારતનું સંગઠિત થવાના કારણે જીતનો ઉત્સવ બન્યો.

ચેતન ભગત લખે છે કે, આઝાદીથી ઠિક પહેલા ભારતના ભાગલાને મહાન વિચાર ગણાવ્યો. પરિણામ તે આવ્યો કે આપણે દેશના ભાગલા પાડી નાંખ્યા. મૂળ પાકિસ્તાન પણ બે ભાગોમાં વહેંચાઇને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બની ગયું. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું. મુસ્લિમ હિતોની રક્ષણનો પ્રશ્ન ત્યારે પણ ઉભો થયો હતો પરંતુ બીજી વખત પણ ભાંગલા પડી ગયો. ચેતન ભગત દેશમાં વૈચારિક આધાર પર લોકોમાં ભાગલા પડતા જોઈને ચિંતિત છે.

ચેતન ભગતને લાગે છે કે જો આ ખાઈ વધારે પહોંળી થશે તો એક વખત ફરીથી ભારતને નુકશાન ઉઠાવવું પડશે. લેખકે વિભાજનકારી રાજનીતિને સમજવા અને તેના ખતરાને ઓળખવાની જરૂરત પર ભાર આપ્યું છે. તેઓ લખે છે કે બિનસાંપ્રદાયિકતાનો દુરપયોગ થયો છે અને આ કારણે બિનસાંપ્રદાયિકતાની ઝંડો લઈને ફરનારાઓનો વિરોધ સ્વભાવિક લાગે છે. ચેતન ભગત કહે છે કે, બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત પર હુમલો થવો જોઈએ નહીં કેમ કે આ દેશની જરૂરત છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat