રાજ્ય સરકારે આજે શાળાઓની જગ્યાઓ ખાલી ના રહે વિદ્યાર્થીઓને નવા શિક્ષકો મળી રહે અને શિક્ષણનું કાર્ય સતત આગળ વધતું રહે તે હેતુથી દસ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
ખુદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને લેવામાં આવશે. જે ઘણી સારી વાત છે કેમકે, ઘણા બધા શિક્ષકો બેરોજગાર બેઠા છે. ત્યારે તેમને નવી રોજગારી મળી રહેશે પરંતુ રોજગારી શું કાયમી રહેશે તે પણ એક સવાલ છે કેમકે ખાલી જગ્યાઓ ભરાઈ જશે પરંતુ કાયમી ભરતી નું શું? તેને લઈને પણ અવારનવાર બેરોજગાર બેઠેલા શિક્ષકો દ્વારા નવી ભરતીઓ પાડવા માટે સરકારને રજુઆત કરવામાં આવતી હોય છે ત્યારે કાયમી ભરતી કરવી ન પડે તે હેતુથી શું આ નિર્ણય લેવાયો છે. તે અંગે પણ અનેક સવાલ થઈ રહ્યા છે સરકારે 10.50 કરોડની જોગવાઇ માટે કરી છે.
અગાઉ શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકો ના પગાર ધોરણમાં પિરિયડ દીઠ વધારો કરવાનું નક્કી કર્યું છે. ત્યારે હવે સમજાય છે કે, પ્રવાસી શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટેનો પ્લાન હોઇ શકે છે. જેથી વધુ શિક્ષકોને જોડી શકાય. એક અર્થમાં રોજગારી આપવાની વાત છે કે સારી પણ વાત છે.
આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે.
આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે. પરંતુ માસ લેવલે પણ સરકારી શિક્ષકોની ભરતીની જરૂર છે. ઘણી ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રિન્સિપાલની જગ્યા પણ ખાલી જ પડી રહી છે.