Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ખેડૂતોની હત્યાનો મુખ્ય આરોપી આઝાદ, આર્યન ખાન જેલના સળીયા પાછળ

ખેડૂતોની હત્યાનો મુખ્ય આરોપી આઝાદ, આર્યન ખાન જેલના સળીયા પાછળ

0
177

હાલમાં દેશમાં બે કેસોની ખુબ જ ચર્ચા થઈ રહી છે. એક લખીમપુર હિંસા કેસ, જેમાં બીજેપી મંત્રીના પુત્ર પર આરોપ છે કે તેને પોતાની ગાડી નીચે કચડીને ચાર ખેડૂતોને જાનથી મારી નાંખ્યા છે. બીજો કેસ છે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો.

બીજા કેસમાં આર્યન ખાન ઉપર ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થવાનો આરોપ છે. કેમ કે, તેના પાસેથી કોઈ જ ડ્રગ્સ મળી આવ્યું નથી. આ ઘટનામાં એનસીબી તરફથી એક ક્રૂઝ પર રેડ પાડવામાં આવી હતી, જેમાં 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ મળ્યો હતો. આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, તે ઉપરાંત પણ અન્ય કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. આજે આર્યન ખાન જેલના સળીયા ગણતો થઈ ગયો છે.

તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મંત્રીના પુત્રએ ખેડૂતો પર પોતાની થાર ચડાવી દીધી અને ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના પછી થેયલી હિંસામાં ટોટલ આઠ લોકોના મોત થઈ ગયા છે. તે કેસનો આરોપીને પોલીસ નોટિસ આપે છે કે તમે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઓ. આ અંગે તો સુપ્રીમ કોર્ટે પણ પૂછ્યું કે શું આપણે આવા સંદિગ્ધ આરોપમાં આરોપીઓને નોટિસ આપીએ છીએ.

આર્યન છેલ્લા સાત દિવસથી એનસીબીની કસ્ટડીમાં હતો. એનસીબીએ આર્યન ખાનના કેસમાં એટલી બધી ઉતાવળ રાખી કે તેને અંતે આર્થર રોડ જેલમાં નાંખી દીધો. જ્યારે ખેડૂતોના જીવ લઇ લેનારા આરોપીને પોલીસે પકડવાની પણ કોશિશ કરી નથી. તેને માત્ર હાજર થવા માટે નોટિસ પાઠવી છે.

તો બીજી તરફ આર્યન ખાનને જામીન ના મળી જાય તે માટે એનસીબી કમર કસી રહી છે. જ્યારે લખીમપુર ખીરી કેસ કોને આપવો તેના અંગે વિચારણા થઈ રહી છે. કેમ કે, આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈને લખીમપુર હિંસાનો કેસ સોંપવો તેનો ઉપાય નથી, તેથી તેને સરકારે અન્ય કોઈ એજન્સીને કેસ આપવા માટે કહ્યું છે.

હવે તમે વિચારો કે બંને કેસમાંથી ગંભીર કેસ કયો છે. ખેડૂતોની હત્યાનો કે 13 ગ્રામ ચરસ-ગાંજાનો… દેશ સામેથી મહત્વપૂર્ણ મુદ્દાઓને હટાવી લેવા માટે કેટલીક વખત આર્યન ખાન જેવા મુરઘાઓ સરકારના હાથમાં આવી જતા હોય છે, જે પછી તેમનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ મુંદ્રા પોર્ટ પરથી 23 હજાર કરોડ રૂપિયાની હેરોઇન ઝડપાઇ હતી. જોકે તે અંગે હજું સુધી કોઈ જ ખુલાસો થયો નથી કે આટલી મોટી માત્રામાં હેરોઈન દેશમાં કેવી રીતે આવી અને કોને મંગાવી છે.

જોકે, જેના પાસેથી કોઈ હેરોઈન કે કેફી દ્રવ્ય મળ્યો પણ નથી તેવા એક ભારતીય નાગરિકને જેલના સળીયા ગણતો કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તેના ઉપર હજું આરોપ સાબિત પણ થયો નથી. કેમ કે સુનાવણી થાય તે પહેલા જ પોલીસે તેને જેલમાં ધકેલી દીધો છે. જ્યારે હત્યાના આરોપીને પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી છે કે, મહાશય તમે આવો અને તમે નિર્દોષ છો તેવા પુરાવા અમને આપી જાઓ.

હાલમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે. કોલસાની અછતના કારણે આગામી દિવસોમાં વિજળીનો કાપ થવાના સમાચાર આવી રહ્યાં છે, તેવામાં તે ચોક્કસ છે કે વિજળી માટે પણ સામાન્ય માણસને વધારે પૈસા ખર્ચવા પડશે.

તેવામાં આર્યન ખાન જેવા કેસોની મદદથી મહત્વપૂર્ણ મુદ્દાઓને વિસરાવી દેવામાં આવી રહ્યાં છે. ઠિક છે આર્યન ડ્રગ્સ પાર્ટીમાં ઝડપાયો છે તો તેની જે સજા થતી હોય તે આપીને વાર્તા પૂરી કરવી જોઈએ. દેશના કાયદા-કાનૂન પ્રમાણે ગેરકાયદેસર કામ કરતાં દરેક વ્યક્તિને તેની સજા આપવી જોઈએ, તે કડીમાં આર્યન ખાનને પણ સજા કરવી જોઈએ. પરંતુ બીજી તરફ ખેડૂતોના હત્યારાઓને પણ જેલના સળીયા પાછળ ધકેલવા જોઈએ પરંતુ એવું કઇ જ થતું જોવા મળી રહ્યું નથી.

હવે તમે વિચારો આર્યન ખાનની જગ્યાએ કોઈ બીજેપી મંત્રીનો પુત્ર તે ક્રૂઝ પર હોત તો શું થયુ હોત? જણાવી દઈએ કે, એનસીબીના 22 અધિકારીઓ દ્વારા ક્રૂઝ પર રેડ પાડવામાં આવી ત્યારે તેના પર ટોટલ 800 માણસો હાજર હતા. તે દરમિયાન આર્યન ખાન પાસે કોઈ જ કેફી દ્રવ્ય મળી આવ્યો નહતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat