Gujarat Exclusive > ગુજરાત > સુરત: કારના કાચ કાળા હશે તો પોલીસ કરશે કાર્યવાહી, ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ

સુરત: કારના કાચ કાળા હશે તો પોલીસ કરશે કાર્યવાહી, ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ

0
111

સુરત: સુરતમાં જો કારના કાચ કાળા હશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા ત્રણ દિવસ ખાસ અભિયાન ચલાવવામાં આવશે. પોલીસને અંગત રસ લઇને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાળી ફિલ્મ લગાવી દુરઉપયોગ કરવામાં આવતો હોવાથી પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

હાલમાં ફોર વ્હીલ ગાડીઓના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાડવામાં આવેલ હોય છે તેનો દુરઉપયોગ ગુન્હેગારો દ્વારા થવાની શક્યતા છે. આજરોજથી ત્રણ દિવસ 5 સપ્ટેમ્બર સુધી બ્લેક ફિલ્મ બાબતે ડ્રાઇવનું ખાસ આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ડ્રાઇવમાં ટ્રાફીક શાખાના તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અંગત રસ લઇ,અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા વિનંતી કરવામાં આવી છે.

આ કામ કરેલ કાર્યવાહીનો રોજેરોજનો અહેવાલ પોલીસ કમીશનર વહીવટ અને પ્લાનીંગ, ટ્રાફિક શાખાને પાઠવવાનો રહેશે. ટ્રાફિક શાખાએ ડ્રાઇવ દરમિયાનનો સંયુક્ત અહેવાલ 6 સપ્ટેમ્બરે 10 વાગ્યે કચેરીમાં પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat