ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. આ પહેલા ગુજરાત કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસે કહ્યુ કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવાશે જ્યારે SC,ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી 3 નાયબ મુખ્યમંત્રી બનાવાશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
KHAM થિયરી શું હતી?
80ના દાયકામાં માધવસિંહ સોલંકી (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમો) ખામ થિયરીને એક સ્ટેજ પર લાવ્યા હતા.
KHAM સમીકરણમાં K (ક્ષત્રિય-ઠાકોર), H (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), A (આદિવાસી,શિડ્યૂલ્ડ ટ્રાઇબ્સ), તથા M (મુસ્લિમ) સાથે રાખીને ચૂંટણી જીતવાના સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા. ખામ થિયરીને કારણે કોંગ્રેસ પાર્ટીને 182માંથી 149 બેઠક મળી હતી.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 63 ટકા મતદાન
ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે. કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવા માટે મહેનત કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન થયુ છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement