વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ભાષણ આપ્યું. મંગળવારે વડાપ્રધાને ગૌતમ અદાણી કેસ પર રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કશું કહ્યું ન હતું, પરંતુ તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના દિવસોમાં થયેલા કથિત કૌભાંડોનો ઉલ્લેખ કર્યો હતો.
Advertisement
Advertisement
કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે યુપીએ સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, “વર્ષ 2004થી 2014 આઝાદીના ઈતિહાસમાં કૌભાંડોનો દાયકો હતો. દસ વર્ષ સુધી ભારતના ખૂણે-ખૂણે આતંકવાદી હુમલાઓ ચાલુ રહ્યા. દરેક નાગરિક અસુરક્ષિત હતો. 10 વર્ષમાં કાશ્મીરથી પૂર્વોત્તર સુધી દેશ વર્ષ દરમિયાન હિંસાનો ભોગ બન્યો હતો.”
યુપીએ સરકારના કાર્યકાળની ટીકા કરતા તેમણે કહ્યું, “આજે યુપીએની ઓળખ એ છે કે તેઓએ દરેક તકને મુશ્કેલીમાં ફેરવી દીધી. જ્યારે ટેકનોલોજી અને માહિતીનો યુગ ઝડપથી વધી રહ્યો હતો ત્યારે તેઓ 2જીમાં અટવાઈ ગયા હતા. નાગરિક પરમાણુ કરારની ચર્ચામાં હતી ત્યારે તેઓ વોટ ફોર કેસમાં ફસાયેલા રહ્યાં હતા. 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. CWG કૌભાંડમાં આખા દેશની બદનામી થઈ હતી. ટીકા કરવાને બદલે તેઓ આરોપોમાં 9 વર્ષ ગુમાવ્યા હતા.”
પીએમ મોદીએ પોતાના ભાષણમાં અદાણીનો એક વાર પણ ન કર્યો ઉલ્લેખ
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે પીએમ મોદીએ તેમના ભાષણમાં અદાણીનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું, “थी ख़बर गर्म कि ‘ग़ालिब’ के उड़ेंगे पुर्ज़े, देखने हम भी गए थे, पर तमाशा न हुआ” ભક્તોને લાગ્યું કે આજે મોદીજી રાહુલ ગાંધીના ગૃહમાં પરચા ઉડાવી દેશે, પરંતુ તે ન થયું. દોઢ કલાકના પોકળ ચૂંટણી ભાષણમાં સાબિત થયું કે નરેન્દ્ર મોદી તેમના મિત્ર ગૌતમ અદાણી સાથે ઉભા હતા, ઉભા છે અને ઉભા રહેશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં અદાણી જૂથને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. પીએમ મોદી અને ગૌતમ અદાણી વચ્ચેની મિત્રતા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે અદાણી ગ્રુપને સરકાર દ્વારા ગેરકાયદેસર લાભો આપવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “અદાણી ગ્રુપ પરના હિંડનબર્ગ રિપોર્ટ પછી ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ ટ્વેન્ટીમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે રિપોર્ટ પહેલા તેઓ નંબર વન સહિત બીજા અને ત્રીજા નંબર પર ઉપર નીચે થઇ રહ્યાં હતા. અદાણી ગ્રુપ કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરી લે છે અને નિષ્ફળતા વિના સફળતા પ્રાપ્ત કરે છે.”
“અદાણી પહેલા એક કે બે બિઝનેસ કરતા હતા પરંતુ હવે તે આઠ-દસ સેક્ટરમાં કામ કરે છે. તેમાં એરપોર્ટ, ડેટા સેન્ટર, સિમેન્ટ, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, એરોસ્પેસ અને ડિફેન્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, રિન્યુએબલ, મીડિયા અને પોર્ટનો સમાવેશ થાય છે. વડાપ્રધાન રાહુલે સવાલ ઉઠાવતા પૂછ્યું, “2014માં અદાણીજીની નેટવર્થ $8 બિલિયન હતી, તે 2022માં $140 બિલિયન કેવી રીતે થઈ? 2014માં અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 609માં નંબરે હતા. મને ખબર નથી, જાદુ થયો અને બીજા નંબર પર પહોંચી ગયા.
રાહુલ ગાંધીએ લોકસભામાં તે તસવીર પણ દેખાડી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણી સાથે પ્લેનમાં બેઠેલા જોવા મળે છે. તસ્વીર બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “યે દેખિયે રિશ્તા, યે રિશ્તા હૈ.”
રાહુલ ગાંધીએ કહ્યું કે બંને વચ્ચે આ સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું, “જ્યારે ભારતના મોટા ભાગના બિઝનેસ વડા પ્રધાનની વિરુદ્ધ હતા, ત્યારે એક વ્યક્તિએ વડા પ્રધાન સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું અને તેમને ટેકો આપ્યો હતો. આ કોઈ મજાક નથી. તેઓ (ગૌતમ અદાણી) વડા પ્રધાનને વફાદાર રહ્યા છે.”
Advertisement