કહેવાય છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’…આવુ જ કંઈક બન્યુ છે રાજુલાના પરિવાર સાથે… રાજુલામાં રહેતો પરિવાર દિવાળીની રજા દરમિયાન મોરબીના ઝુલતા પુલ પર મજા માણવા આવ્યા હતા.. પણ આ પરિવાર હજુ ઝુલતા પુલના અડધે સુધી જ પહોચ્યો હતો.. કે ત્યા તેનો દિકરો રડવા લાગ્યો…જેથી તેઓ પરત ફર્યા… તે પરત ફર્યાના 15 મિનિટમાં જ આ પુલ નીચે પડ્યો હતો…
Advertisement
Advertisement
રાજુલાના સાગરભાઈ મહેતાએ કહ્યું કે નાનો છોકરો બીકના માર્યા રડવા લાગ્યો એટલે અમે સેલ્ફી લઈને પાછા વળી ગયા..જેના 15 મિનિટમાં જ પુલ તૂટી પડ્યો. જો છોકરો ના રડ્યો હોત તો અમે પણ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હોત.
ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાને ત્યાં મોરબી ગયો હતો.. જેથી મોરબીમાં ઝુલતા પુલની મુલાકાત લેવા માટે ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના સભ્યો ઝુલતા પુલ પર ગયા હતા.. પણ નવ વર્ષીય નેત્રને બીક લાગતા પરિવાર અડધેથી પરત ફર્યો હતો…
આમ આ પરિવારને જાણે કે બાળકે રડીને દુર્ઘટનાના અણસાર આપ્યા હોય એમ પરિવાર પુલ પરથી બહાર આવ્યાની થોડીવારમાં પુલ ધડામ દઈને પડ્યો હતો. આ પરિવાર પોતાની ગાડી લઇને નીકળ્યાની માત્ર 15 મિનિટમાં આ પુલ તૂટી પડ્યો હતો…
પરિવારે કહ્યું કે જો અમે બચ્યાં છીએ તો બસ માત્ર પરિવારના કારણે જ બચ્યા છીએ…આ પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેથી આ દુર્ઘટનાના સમાચાર સાંભળીને સગાં-સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. પણ દિકરાના કારણે આખો પરિવાર બચી ગયો છે… જે ખુબ સારી વાત છે..
Advertisement