Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતને ભારત રહેવું હોય તો હિન્દુને હિન્દુ રહેવું જ પડશે: મોહન ભાગવત

ભારતને ભારત રહેવું હોય તો હિન્દુને હિન્દુ રહેવું જ પડશે: મોહન ભાગવત

0
1

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતું કે હિન્દુ અને ભારત બન્ને અલગ ન થઇ શકે. ભારતે જો ભારત રહેવું હોય તો ભારતે હિન્દૂ રહેવુ પડશે. જ્યારે હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું જ પડશે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગવતે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહે છે. ભારતની બધી બાબતો ભારતની ભૂમિ સાથે જોડાયેલી છે. સંયોગથી નહીં. સંઘ પ્રમુખે કહ્યું કે હિન્દુ વગર ભારત નથી અને ભારત વગર હિન્દુ નથી. ભારત ટૂટયું, પાકિસ્તાન થયું કેમ કે આપણે એ ભુલી ગયા કે આપણે હિન્દુ છીએ. ત્યાંના મુસ્લિમો પણ આ વાતને ભુલી ગયા.

ખુદને હિન્દુ માનનારાઓની પહેલી તાકાત ઓછી થઇ પછી સંખ્યા ઓછી થઇ તેથી પાકિસ્તાન ભારત ન રહ્યું. આ પહેલા નોઇડામાં એક પુસ્તકના વિમોચન સમયે મોહન ભાગવતે કહ્યું હતું કે વિભાજન કોઇ રાજકીય મુદ્દો નથી પણ અસ્તિત્વનો પ્રશ્ન છે.

ભારતના વિભાજનના પ્રસ્તાવનો સ્વિકાર જ એટલા માટે કરવામાં આવ્યો કે જેથી લોહીની નદીઓ વહાવી શકાય. જોકે ત્યારથી લઇને અત્યાર સુધી બહુ લોહી વહી ચુક્યું છે. સરસંઘચાલક ભાગવતે કહ્યું કે ભારતના વિભાજનનું કારણ ઇસ્લામ અને બ્રિટિશ આક્રમણનું પરિણામ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat