વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: ડેડીયાપાડા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બી.ટી.પી ના મુખ્ય સૌરક્ષક છોટુ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, ભાજપનાં પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુસાબેન વસાવા, આમ આદમી પાર્ટી આદિવાસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિરંજન વસાવા, શંકરભાઈ વસાવા એક મંચ પર દેખાયા હતા.આ કાર્યક્રમમાં આગલા દિવસે 12 મી સપ્ટેમ્બરે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અટકાવવાનો પ્રયાસ કરી મુલતવી રાખવાનું જણાવતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.જો કે આયોજકોએ સ્થાનિક તંત્ર પાસેથી તમામ પરવાનગીઓ લઈ લીધી હતી.
Advertisement
Advertisement
વિવાદ થતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર નેશનલ હાઈવેની મંજુરી બાકી છે જે વહેલી તકે મળી જશે.કાર્યક્રમ 13 મી સપ્ટેમ્બરે આદીવાસી અધિકાર દિવસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ થશે, એ મુજબ ડેડીયાપાડા ખાતે કાર્યક્રમ થયો હતો પણ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન્હોતા.આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓની હાજરીમાં છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જો સરકાર 3000 કરોડનું સી.એસ.આર ફંડનો ઉપયોગ કરી શકતી હોય તો ભગવાન બિરસા મુંડાની પ્રતિમા માટે કેમ સરકાર કોઈ ફંડ નથી આપતી.નેશનલ હાઈવે ઓથોરિટીની પરમિશન ન મળી હતી એ બાબતે એમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણો રોડ પર હોય છે કે તેઓ હટાવતા નથી પરંતુ આવા સારા કામ થતાં તેમાં તેઓ અડચણો ઉભી કરે છે.
Advertisement