Gujarat Exclusive > દેશ-વિદેશ > તમામ ફ્લાઇટ ક્રૂને પ્રાથમિક્તાના ધોરણે રસી નહીં અપાય તો વિમાનો નહીં ઉડેઃ પાઇલટ યુનિયનની ધમકી

તમામ ફ્લાઇટ ક્રૂને પ્રાથમિક્તાના ધોરણે રસી નહીં અપાય તો વિમાનો નહીં ઉડેઃ પાઇલટ યુનિયનની ધમકી

0
32
  • અમૃતસરથી રોમ ગયેલી ફલાઇટમાં પાઇલટ સહિત 30 યાત્રી કોરોના પોઝિટિવ
  • ઇટાલીની સરકારે ક્રૂ સભ્યો સહિત તમામ 242 યાત્રીઓને ક્વોરન્ટાઇન કરી દીધા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કેસને પગલે એર ઇન્ડિયાના ક્રૂ સભ્યોને પ્રાથમિક્તના ધોરણે કોરોના રસી આપવાની માગ (ICPA warns Air India)થઇ છે. જો એવું નહીં કરાય તો પાઇલટ યુનિયને કામ બંધ કરી દેવાની ચેતવણી આપી છે. જેનાથી ઘરેલું ઉડાનો પ્રભઆવિત થશે. યુનિયનનું કહેવું છે કે હેલ્થ કેર સપોર્ટ વિના અને વેતન કાપ સાથે તે પોતાના ક્રૂ સભ્યોના જીવ વધુ જોખમમાં મુકી નહીં મુકે.

ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિએશન (ICPA)એ એર ઇન્ડિયાના ડાયરેક્ટર કહ્યું કે જો કંપની વિમાનોમાં જનારા પોતાના કર્મચારીઓને પ્રાથમિક્તાના ધોરણે વેક્સિનેશન નહીં કરાવે તો તેઓ કામ બંધ કરાવી દશે.

આ પણ વાંચોઃ હૈદરાબાદના ઝૂમાં 8 એશિયન સિંહ કોવિડ પોઝિટિવ, ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ

યુનિયને પત્રમાં લખ્યું છે કે 18 વર્ષથી ઉપરના તમામ ફ્લાઇંગ ક્રૂ સભ્યો માટે દેશભરમાં વેક્સિનેશન કેમ્પ લગાવી પ્રાથમિક્તાના આધારે રસી આપવામાં આવે નહીંતર કામ અટકી જશે.

હેલ્થ કેર સપોર્ટ વિના અને વેતન કાપ સાથે જીવ જોખમમાં ન મૂકાય

વધુમાં પાઇલટ યુનિયને એવું લખ્યું (ICPA warns Air India)છે કે ફ્લાઇંગ ક્રૂને હેલ્થ કેર સપોર્ટ વિના અને વેતન કાપને કારણે અમે વેક્સિનેશન વિના પાઇલટના જીવ સતત જોખમમાં નાખીએ, તેવી સ્થિતિમાં નથી.

પાઇલટ્સ યુનિયને આ પગલું ઘણા ક્રૂ સભ્યો કોરોના પોઝિટિવ જણાતા ઉઠાવ્યો છે. ICPAએ એર ઇન્ડિયા મેનેજમેન્ટને લખ્યું છે કે ક્રૂ સભ્ય અને તેમના પરિવારજનો ઓક્સિજન સિલિન્ડર માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમને સારવાર માટે અમારી ઉપર જ છોડી દીધા છે. તેવી સ્થિતિમાં ફ્લાઇંગ ક્રૂને હેલ્થ કેર સપોર્ટ વિના અને પગાર કાપ સાથે રસીકરણ વિના પાઇલટસના જીવ સતત જોખમમાં મૂકી શકાય નહીં.

આ પણ વાંચોઃ મમતા પર વાર કંગનાને પડ્યો ભારેઃ અભિનેત્રીનું ટ્વીટ એકાઉન્ડ હંમેશ માટે બંધ કરી દેવાયું

નોંધનીય છે કે ગત મહિને એર ઇન્ડિયાની અમૃતસરથી રોમ ગયેલી ફ્લાઇટ સવાર 30 યાત્રી ઇટાલી પહોંચતા કોરોના પોઝિટિવ જણાયા. જેમાં એર ઇન્ડિયાનો એક પાઇલટ પણ સામેલ છે. છેલ્લા 10 દિવસથી બે પાઇલટ અને 8 ક્રૂ સભ્યો રોમમાં ક્વોરન્ટાઇનમાં છે. એટલું જ નહીં 30 સંક્રમિત સાથે એ ફ્લાઇટમાં ગયેલા તમામ 242 યાત્રીને પણ ઇટાલીની સરકારી ક્વોરન્ટાઇન કરી દીધા છે. (ICPA warns Air India)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat