Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંક્રમિતોની સારવારમાં પ્લાઝમા થેરાપીનો આડેધડ ઉપયોગ અયોગ્ય: ICMR

કોરોના સંક્રમિતોની સારવારમાં પ્લાઝમા થેરાપીનો આડેધડ ઉપયોગ અયોગ્ય: ICMR

0
17
  • પ્લાઝમા થેરાપી સૌ કોઈને કોરોનાથી નથી બચાવી શકતી
  • જાણો કોણ આપી શકે છે અને કોને આપી શકાય છે પ્લાઝમા?
  • પ્લાઝમા થેરાપીના બિનજરૂરી ઉપયોગ પર રોક જરૂરી

નવી દિલ્હી: દેશભરમાં કહેર મચાવી રહેલી કોરોના મહામારીના (Corona Pandemic) સંકટ વચ્ચે પ્લાઝમા થેરાપીના (Plasma Therapy For Covid 19) આડેધડ ઉપયોગને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (ICMR) ચિંતા વ્યક્ત કરી છે. આ પદ્ધતિમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓના (Corona Patients) પ્લાઝમાનો ઉપયોગ અન્ય સંક્રમિત દર્દીઓની સારવારમાં (Corona Treatment) કરવામાં આવે છે.

ICMRએ કંવલસેન્ટ પ્લાઝમા થેરાપી (CPT) પર પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, અમે દેશમાં કોરોનાની સારવાર (Corona Treatment) માટે પ્લાઝમા થેરાપીના (Plasma Therapy For Covid 19) આડેધડ ઉપયોગનો વિરોધ કરીએ છીએ. ICMRએ હોસ્પિટલ મેનેજમેન્ટને પ્લાઝમા થેરાપીને બિનજરૂરી ઉપયોગથી બચવાની સલાહ આપી છે.

ICMRએ પોતાના રિસર્ચના અંતે તારણ કાઢ્યું છે કે, CPT કોરોનાથી સંક્રમિત ગંભીર દર્દીઓને (Corona Patients) સ્વસ્થ કરવામાં અસરકારક સાબિત નથી થઈ. આટલું જ નહીં તેના ઉપયોગથી મૃત્યુદરમાં કોઈ કમી આવી છે. આથી CPTનો આડેધડ ઉપયોગ અયોગ્ય છે.

આ પણ વાંચો: વિશ્વની 10 કારગર કોરોના વૅક્સીન ક્યાં સુધી પહોંચી? જાણો ક્યારે મળશે તમને

અગાઉ આ પદ્ધતિનો (Plasma Therapy For Covid 19) ઉપયોગ H1N1 અને ઈબોલા જેવા વાઈરસથી ચેપી રોગોની સારવારમાં કરવામાં આવી ચૂક્યો છે. ICMRએ તાજેતરમાં 39 ખાનગી અને સરકારો હોસ્પિટલોમાં એક સંશોધન બાદ કહ્યું હતું કે, કોરોના વાઈરસથી સંક્રમિત ગંભીર દર્દીઓની સારવાર (Corona Patients Treatment) કરવા અને મૃત્યુદરને ઓછો કરવામાં પ્લાઝમા પદ્ધતિ કંઈ ખાસ કારગર નથી નીવડી. આ પ્રકારનું રિસર્ચ ચીન અને નેધરલેન્ડમાં પણ કરવામાં આવ્યું છે, જેમાં પણ આ પદ્ધતિથી કોઈ ખાસ લાભ જોવા નહતો મળ્યો.
પ્લાઝમાં કોણ આપી શકે છે અને કોને આપવામાં આવી શકે છે?

ICMRની એડવાઝરી મુજબ પ્લાઝમા ડોનેટ કરનાર લોકોની કેટેગરી બનાવવામાં આવી છે. નવી એડવાઈઝરી મુજબ, નીચેની શરતોને આધિન જ લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

→ એવા પુરુષ, મહિલા (જે ક્યારેય પ્રેગ્નેન્ટ ના થઈ હોય)
→ જેની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોય
→ જેનું વજન 50 કિલોથી વધુ હોય
→ જેમનો RT-PCRથી કોરોના સંક્રમણ કન્ફોર્મ થયું હોય
→ જેમના કોરોના સંક્રમણ સમાપ્ત થયાને 14 દિવસ સમાપ્ત થઈ ગયા હોય (માત્ર નેગેટિવ રિપોર્ટ હોવું પુરતુ નથી)
→ જેમના લોહીમાં lgG એન્ટીબૉડી હોય

કેવા લોકો પ્લાઝમા લઈ શકે છે?
→ જેમનું કોરોના સંક્રમણ પ્રાથમિક સ્ટેજમાં હોય
→ કોરોના લક્ષણની શરૂઆતના 3-7 દિવસ થયા હોયલ પરંતુ 10 દિવસથી વધુ નહીં
→ જેમના કોરોના વિરુદ્ધ lgG એન્ટી બોડી ના હોય (યોગ્ય ટેસ્ટથી તપાસમાં આવે)
→ દર્દીને જાણ કરીને તેની સહમતિ લેવામાં આવે

જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જે બાદ કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કામે લાગેલી એજન્સીઓ ફરીથી સક્રિય થઈ ગઈ છે.  (Image Caption: સુરતના  પ્લાઝમા ડોનર- Credit: Twitter/@GujHFWDept)