Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પર ICMRની સ્ટડીએ ચિંતા વધારી, નવેમ્બર મહિનામાં હાલત બદતર બનશે

કોરોના પર ICMRની સ્ટડીએ ચિંતા વધારી, નવેમ્બર મહિનામાં હાલત બદતર બનશે

0
523

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસને કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે દરરોજ 10 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે, ત્યારે શું ભારતમાં આ મહામારીનું પીક છે? એક સ્ટડીનું માનીએ તો, ભારતમાં નવેમ્બર મહિનાની આસપાસ આ મહામારી વરવું રૂપ ધારણ કરશે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગઠન કરવામાં આવેલી એક રિસર્ચ ગ્રુપના સ્ટડીમાં આ વાત સામે આવી છે. આ સ્ટડી અનુસાર, 8 અઠવાડિયાના લૉકડાઉનના કારણે મહામારીનું ચરમ સ્તર 34-76 દિવસો માટે ટાળી શકાયું છે. જ્યારે લોકડાઉન સમાપ્ત થતા 67-97 ટકા કેસો ઓછા થઈ ગયા છે. જો કે નવેમ્બર મહિનામાં જ્યારે કોરોનાના કેસો ટોચ પર પહોંચશે, ત્યારે ભારતમાં ICU બેડ્ટ અને વેન્ટિલેટર્સની અછત સર્જાઈ શકે છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.32 લાખને પાર, 24 કલાકમાં વધુ 325ના મોત

લૉકડાઉન બાદ જાહેર સ્વાસ્થ્યના ઉપાયો 60 ટકા સુધી વધારવાના કારણે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી માંગને પૂર્ણ કરી શકાય છે. જે બાદ 5.4 મહિના સુધી આઈસોલેશન બેડ, 4.6 મહિના સુધી ICU બેડ્સ અને 3.9 મહિના સુધી વેન્ટિલેટર્સની કમી સર્જાઈ શકે છે.

જો કે સ્ટડીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જો લૉકડાઉન અને સ્વાસ્થ્ય ઉપાયો ન કરવામાં આવત, તો સ્થિતિ વધારે વણસી ગઈ હોત. એક રીતે લૉકડાઉને દેશમાં હેલ્થ સિસ્ટમને સશક્ત કરવાની તક આપી છે.

રિસર્ચ પ્રમાણે, લૉકડાઉન સમયે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જે કામ થયું છે, તેનાથી પીકનો સમય આવવાની મુશ્કેલીને 70 ટકા સુધી ઓછી કરવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગની ક્ષમતા, આઈસોલેશન અને ટ્રીટમેન્ટમાં મદદ મળી છે. આ સાથે જ 60 ટકા મૃત્યુને ટાળવામાં આવ્યા છે, કારણ કે સુવિધાઓ સુધરી છે.

જણાવી દઈએ કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન 10 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જેણે ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, 9 જૂન સુધી દેશમાં 958 હોસ્પિટલો માત્ર કોરોના માટે કામ કરી રહી છે. જેમાં સવા લાખ આઈસોલેશન બોડ, 10 હજારથી વધુ ICU બેડ્સ અને 46 હજારથી વધુ ઓક્સીજન સપોર્ટ ધરાવતા બેડ છે.

દિલ્હીમાં કોરોનાને કાબૂમાં કરવા રણનીતિ, અમિત શાહે 4 IAS ઓફિસરોને દિલ્હી તેડાવ્યા