Gujarat Exclusive > દેશ-વિદેશ > ઓગસ્ટ સુધી દેશમાં 7.43 કરોડ લોકોને થયો કોરોના, સીરો સર્વેમાં થયો ખુલાસો

ઓગસ્ટ સુધી દેશમાં 7.43 કરોડ લોકોને થયો કોરોના, સીરો સર્વેમાં થયો ખુલાસો

0
28

Covid-19 In India: ભારતની વસ્તીના 7 ટકા લોકો, જેમની ઉંમર 10 વર્ષથી વધુ છે તેઓ ઓગસ્ટ સુધી કોરોના સંક્રમિત (Corona Infection) થઈ ચૂક્યા હતા. એટલે કે, ઓગસ્ટ સુધી દેશમાં 7.43 કરોડ લોકોને કોરોના વાઈરસનો (Corona Virus) ચેપ લાગી ચૂક્યો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના બીજા સીરો સર્વેમાં (ICMR SERO Survey Report) આ ખુલાસો થયો છે.

સર્વેમાં (ICMR SERO Survey Report) સામે આવ્યું કે, શહેરી ઝૂંપડપટ્ટીઓમાં આ વાઈરસ (Corona Virus) સૌથી વધુ ફેલાયો છે. જે બાદ શહેરોના અન્ય વિસ્તારો અને પછી ગ્રામીણ એરિયામાં પણ તેનો (Covid-19 In India) ફેલાવો થયો છે.

બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 44,489 નવા કેસો (Corona Case) સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 92.66 લાખ પર પહોંચી ચૂકી છે. જેમાંથી 86.79 લાખ લોકો કોરોના સંક્રમણથી (Corona Infection) મુક્ત થઈ ચૂક્યા છે. જ્યારે 24 કલાકમાં વધુ 524 લોકોના મરણ સાથે આ જીવલેણ વાઈરસ (Corona Virus) દેશમાં અત્યાર સુધી 1,35,223 લોકોને ભરખી ચૂક્યો છે. હાલ દેશમાં 4,52,344 કોરોના સંક્રમિતોની (Corona Patients) સારવાર ચાલી રહી છે.

લેન્સેન્ટ ગ્લોબલ હેલ્થ પ્રી-પ્રિન્ટ થકી સામે આવેલા તારણ અનુસાર, 10 ટકાથી ઓછો સીરો પ્રસાર ઈશારો કરે છે કે, ભારતમાં એક મોટી વસ્તી હજુ પણ કોરોના વાઈરસથી સંક્રમણને (Corona Infection) લઈને અતિસંવેદનશીલ છે.

રિપોર્ટમાં (ICMR SERO Survey Report) કહેવામાં આવ્યું છે કે, કુદરતી કે વૅક્સીનથી (Corona Vaccine) હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત થવા સુધી મોટાભાગમાં ભારતીય શહેરોમાં કોરોનાનું સંક્રમણ (Corona Infection) ફેલાતુ જ રહેશે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટોનો દાવો છે કે, 50 ટકાથી વધુ લોકોમાં એન્ટીબૉડી ડેવલોપ થયા બાદ હર્ડ ઈન્યુનિટી બનશે.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત: ‘ટ્વીટર’ને ટક્કર આપવા આવી સ્વદેશી એપ ‘ટૂટર’

રિપોર્ટ (ICMR SERO Survey Report) અનુસાર, દર 9 વ્યક્તિઓમાંથી 1, જેમને ભૂતકાળમાં કોઈ પણ કોરોના (Corona Virus) સબંધી લક્ષણોની ફરિયાદ નથી કરી, તેમનામાં પણ SARS-CoV-2lgG એન્ટીબૉડીની હાજરી જોવા મળી છે. અમને જાણવા મળ્યું કે, માત્ર 3 ટકા સિરોપૉજિટિવ લોકોએ પોતાનામાં કોરોનાના લક્ષણો જણાવ્યા હતા.

સીરો સર્વેમાં (ICMR SERO Survey Report) કહેવામાં આવ્યું છે કે, 10 વર્ષ કે તેનાથી વધુ વયના 15માંથી 1 વ્યક્તિમાં ઓગસ્ટ 2020 સુધી સાર્સ-કોવિડ-3નું સંક્રમણ (Corona Virus) જાણવા મળ્યુ હતુ. મે થી ઓગસ્ટ વચ્ચે સીરો પ્રસાર 10 ગણુ વધી ચૂક્યું હતુ. મેની સરખામણીમાં ઓગસ્ટમાં કેસ (Corona Case) રેશિયોમાં ઓછું સંક્રમણ દેશભરમાં ટેસ્ટિંગની વૃદ્ધી દર્શાવે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9