ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023નો આજે ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાશે. યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વની છે. દક્ષિણ આફ્રિકા પાસે પ્રથમ ટાઈટલ જીતવાની તક છે. ઓસ્ટ્રેલિયા સતત 7મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલીવાર ફાઈનલમાં પહોચ્યુ છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે.
Advertisement
Advertisement
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ પ્રથમવાર ICC વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. દક્ષિણ આફ્રિકા પાસે પ્રથમ ટાઈટલ જીતવાની તક છે. જો આફ્રિકન ટીમ ચેમ્પિયન બને છે તો તે મહિલા અને પુરુષ બંને ટીમોમાં તેનું પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ હશે. જો કે તેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ છે જેણે સતત છેલ્લા બે ટાઇટલ જીત્યા છે. કાંગારૂ ટીમે 7માંથી 5 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટ ચાહકોની નજર મોટાભાગે દક્ષિણ આફ્રિકાની ટીમ પર રહેશે. દક્ષિણ આફ્રિકાનુ પુરુષ ટીમે પણ વનડે કે T20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યુ નથી. આ માટે દક્ષિણ આફ્રિકાની દ્રષ્ટિકોણથી આ મેચ ખુબ જ મહત્વ ધરાવે છે.
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી જેમા ભારતીય મહિલા ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્લ્ડ કપ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. આ સાથે કાંગારૂ ટીમે સતત 7મી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ દરમિયાન તે માત્ર એક જ વાર હારી છે. પરંતુ હવે 7મી ફાઇનલમાં તે ટાઇટલ જીતવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
Advertisement