Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટેસ્ટ રેન્કિંગમાં કોહલી ગગડીને 4થા સ્થાને પહોંચ્યો, રહાણે-પુજારા ટોપ-10માં

ટેસ્ટ રેન્કિંગમાં કોહલી ગગડીને 4થા સ્થાને પહોંચ્યો, રહાણે-પુજારા ટોપ-10માં

0
141

ઓસ્ટ્રેલિયાથી પેટરનેટિવ લીવ આવવાથી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટને થયું નુકસાન

દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ તાજુ ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) બહાર પાડ્યું છે. તેમાં વિરાટ કોહલીને નુકસાન પહોંચ્યું છે. તે નીચા ક્રમે ગગડ્યો છે. અલબત્ત ટીમ ઇન્ડિયાના અન્ય બે ખેલાડીએ ટોપ-10 બેટ્સમેનમાં સ્થાન મજબૂત કર્યું છે. બેલિંગમાં પણ બે ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

ICCએ શનિવારે ખેલાડીઓનું નવું રેન્કિંગ જારી કર્યું. તેમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાન ગગડીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના માર્નસ લબુશાનેએ તેનું ત્રીજી સ્થાન પચાવી પાડ્યું.

આ પણ વાંચોઃ પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં સ્પિનની તાકાતથી દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યુ

ક્વિઝ કેપ્ટન કેન વિલિયમ્સ 919 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે પૂર્વ કાંગારુ કેપ્ટન સ્ટીવ સ્મિથ બીજા સ્થાને છે, તેના 891 પોઇન્ટ છે. ટોપ ટેન બેટ્સમેનોમાં ભારતના ચેતેશ્વર પુજારા એક સ્થાન ઊંચકાયો છે. તે 7માથી 6ઠ્ઠા ક્રમે આવી ગયો. ICC Test Ranking news

કોહલીની ગેરહાજરીમાં સુકાન સંભળનાર રહાણે એક સ્થાન ચઢ્યો

કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળનાર અજિંક્ય રહાણે પણ એક સ્થાન ઉપર આવ્યો. તે 9માથી 8મા નંબરે આવી ગયો.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પેટરનેટિવ લીવને કારણે પ્રથમ ટેસ્ટ બાદ કોઇ મેચમાં ભાગ લીધો નહી. જેનું તેને નુકસાન થયું. જ્યારે લબુશાનેએ શાનદાર પ્રદર્શન કરી બે સદી સાથે 53.25ની સરેરાશથી 426 રન કર્યા. સ્ટીવ સ્મિથે પણ ચાર મેચમાં 313 રન નોંધાવ્યા. જેનો બંનેનો ફાયદો થયો.

આ પણ વાંચોઃ BCCIના અધ્યક્ષ ગાંગુલીની મહિનામાં બીજી વખત તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

પાકિસ્તાનનો એક માત્ર બાબર આઝમ

બેટિંગ ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) માં પાકિસ્તાનનો એક માત્ર ખેલાડી બાબર આઝમ સ્થાન જમાવી શક્યો છે. તેના 755 પાઇન્ટ છે. જ્યારે શ્રીલંકા સામે બેવડી સદી સાથે બે સદી કરનાર અને માત્ર બે ટેસ્ટમાં જ 400થી વધુ રન નોંધાવનારા ઇંગ્લેન્ડના જો રુટે પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું.

બોલિંગમાં ઓસીને પેટ કમિન્સ ટોચના ક્રમે

બોલિંગ (ICC Test Ranking)માં આર અશ્વિન 8મા અને જસ્પ્રીત બુમરાહ 9મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઇંગ્લેન્ડનો સ્ટઅર્ટ બ્રોડ 839 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. જેસ્મ એન્ડરસન 6ઠ્ઠા સ્થાને છે.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા માટે ફિરંગી ચેતવણીઃ ઇંગ્લેન્ડે શ્રીલંકાને તેના ઘર આંગણે 2-0થી ટેસ્ટમાં હરાવ્યુ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From GujaratFollow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat