ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ ટીમમાંથી કોણ ફાઇનલમાં પહોંચશે તે નક્કી થશે
દુબઇઃ ઇંગ્લેન્ડના લોર્ડસ ગ્રાઉન્ડ પર 18 જૂને રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship)ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સ્થાન મળી ગયું. હાલ પોઇન્ટ ટેબલમાં ભારત ક્વિઝ કરતા ઉપર હોવા છતાં ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. તેની પાછળ ઓ ઓસ્ટ્રેલિયા જવાબદાર છે.
ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 3 ટેસ્ટની શ્રેણી રમવા દક્ષિણ આફ્રિકા જવાનો ઇનકાર કરી દેતા આ પરિસ્થિતિ સર્જાઇ છે. તેથી હવે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ફાઇનલની બીજી ટીમ માટે દાવેદાર બનેલા છે.
આ પણ વાંચોઃ Photos: લાંબા સમય પછી મેદાન પર સાથે જોવા મળ્યા વિરાટ-રોહિત
ભારતના 71.7 અને ન્યૂઝીલેન્ડે 70 પોઇન્ટ
Hello @daniel86cricket
— Ramnath Shankar (@ramnathtweets) January 25, 2021
ICCએ મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship)માં પહોંચનારી ટીમ ન્યૂઝીલેન્ડ હોવાની જાહેરાત પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરી દીધી. પોઇન્ટ ટેબલમાં હાલમાં ભારત 71.7 પોઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડના 70 પોઇન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના 69.2 અને ઇંગ્લેન્ડના 68.7 પોઇન્ટ છે.
અહીં ભારત અને ન્યૂઝીલેન્ડ ટોપ પર હોવાથી એવું લાગે છે કે બંને ફાઇનલમાં આવી જવી જોઇએ. પરંતુ ભારત અને ઇંગ્સેન્ડની ટેસ્ટ સીરિઝ હજુ બાકી છે. જેની અસર પોઇન્ટ ટેબલ પર થઇ શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડના બીજા સ્થાનને કોઇ અસર થશે નહીં. પરંતુ ભારત જો સીરિઝ હારી જાય તો તેની પોઇન્ટ ટકાવારી ઘટી શકે છે.
હવે શુક્રવારથી ચેન્નાઇમાં શરુ થઇ રહેલી ટેસ્ટની સાથે ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી પર સૌની નજર છે. જેમાં લખ્યું કે ત્રણ ટીમો હજુ પણ ફાઇનલમાં પહોંચવા માટે દાવેદાર છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં સ્પિનની તાકાતથી દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યુ
ભારત માટે ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
All to play for in the upcoming India v England series with three teams able to meet New Zealand in the final of the inaugural ICC World Test Championship!
Here's the breakdown, assuming a full 4-Test series with no ties and no further matches involving NZ or Australia 👇 #WTC21 pic.twitter.com/TTZFkPd1Ex
— ICC (@ICC) February 2, 2021
ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશપ (ICC Test Championship)માં પહોંચવા માટે ઇંગ્લેન્ડને 4 મેચોની ઘરેલું શ્રેણીમાં 2-0, 2-1, 3-0, 3-1 અથવા 4-0થી હરાવવું પડશે.
ઇંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવાની સંભાવના
જો ઇંગ્લેન્ડે ફાઇનલમાં પહોંચવું હોય તો ભારતને આ શ્રેણીમાં 3-0,3-1 કે 4-0થી હરાવવું પડશે.
ઓસ્ટ્રેલિયા માટે પણ તક
ઓસ્ટ્રેલિયા માટે તક છે પણ ઓછી. તેને ભારત- ઇંગ્લેન્ડની શ્રેણીમાં જો અને તો પર આધાર રાખવો પડશે. એટલે કે ભારત ઇંગ્લેન્ડને 1-0થી હરાવે કે ઇંગ્લેન્ડ ભારતને 1-0, 2-0 કે 2-1થી હરાવે. અથવા આ શ્રેણી 0-0,1-1 કે 2-2થી ડ્રો થઇ જાય તો ઓસ્ટ્રેલિયન ટીમ ફાઇનલમાં ક્વોલિફાય કરી શકે છે. ICC Test Championship news