Gujarat Exclusive > દેશ-વિદેશ > IAS ટૉપર ટીના ડાબી અને અતહર આમિરના લગ્નજીવનમાં ભંગાણ, છૂટાછેટા માટે કરી અરજી

IAS ટૉપર ટીના ડાબી અને અતહર આમિરના લગ્નજીવનમાં ભંગાણ, છૂટાછેટા માટે કરી અરજી

0
23

ટીના ડાબીએ (Tina Dabi) જ્યારે 2015માં UPSC સિવિલ સર્વિસ એક્ઝામમાં ટૉપ કર્યું હતું, ત્યારે ચર્ચામાં હતી. જે બાદ હવે લગ્ન પર પોતાના નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટીના ડાબી અને તેના પતિ અતહર આમિર ખાને (Athar Aamir Khan) જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બન્ને જણાએ આપસી સહમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. 2018માં બે વર્ષ પહેલા જ્યારે બન્નેના લગ્ન થયા, ત્યારે અનેક મોટી હસ્તિઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે બીજી તરફ હિન્દૂ સંગઠનોએ તેને “લવ જિહાદ” ગણાવી હતી. ટીના (Tina Dabi) પણ લગ્ન બાદ પોતાના નામની પાછળ ખાન લગાવતી હતી.

થોડા દિવસો પહેલા જ લોકોને તેમના સબંધોમાં આવેલા અંતરનો અંદેશો આવી ગયો હતો. હકીકતમાં ટીનાએ (Tina Dabi) સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળથી ખાન હટાવી લીધુ હતું. જે બાદ અતહરે પણ ટીનાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુનો પ્રથમ દિવસ, જાણી લો ક્યાં-કેટલી મળશે છૂટ

જણાવી દઈએ કે, અતહર (Athar Aamir Khan) કાશ્મીરી પરિવારમાંથી આવે છે, જ્યારે ટીના (Tina Dabi) મૂળ ભોપાલની છે. ટીનાએ UPSCમાં ટૉપ કર્યું હતું, જ્યારે અતહર બીજા ક્રમે હતા. બન્નેનું પોસ્ટિંગ જયપુરમાં જ થયું હતું. ટ્રેનિંગ દરમિયાન જ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બન્ને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

ટ્રેનિંગ બાદ ટીનાનું (Tina Dabi) પોસ્ટિંગ અજમેરમાં થયું હતું. ટીનાને કિશનગઢમાં SDMના પદ પર તૈનાત કરવામાં આવી હતી. ટ્રેનિંગમાં ફર્સ્ટ આવવા પર ટીના ડાભીને પ્રેસિડન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું. ટીના-અતહરે કાશ્મીરમાં લગ્ન કર્યા હતા. ટીનાએ ફરિયાદ પણ દાખલ કરાવી હતી કે, કેટલાક અજ્ઞાત લોકો તેના નામે ફેક ફેસબુક પ્રોફાઈલ ચલાવી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન ભીલવાડા મૉડલની ચર્ચા પણ લોકડાઉનના શરૂઆતના દિવસોમાં થઈ હતી. તે સમયે ટીના ડાબી ત્યાં SDM પદ પર ફરજ બજાવતા હતા.