Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં IAS પુત્રએ 6ઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

દિલ્હીમાં IAS પુત્રએ 6ઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

0
3

દિલ્હી CWG ગામના રહેવાસી 15 વર્ષના છોકરાએ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે છોકરાએ આ ભયંકર પગલું ભર્યું ત્યારે તેના માતા-પિતા મયુર વિહાર માર્કેટમાં હતા અને છોકરો ઘરે એકલો હતો.

અકસ્માત બાદ પડોશીઓ દ્વારા તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હતી.

ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમે સ્થળ તપાસ કરી છે. હજુ સુધી કોઈ ગેરરીતિની આશંકા નથી અને વધુ તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બાળક માનસિક રીતે પરેશાન હતો. જેની સારવાર ગત સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહી હતી.

નોંધનીય છે કે આજકાલ અનેક નાના-મોટા કારણોસર યુવાનો દ્વારા આવા પગલા ભરવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ ધોરણ 11માં ભણતી એક છોકરીની કથિત આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો ચેન્નાઈનો છે. આ યુવતીની સુસાઈડ નોટ ખૂબ જ ઈમોશનલ હતી.

સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું- ‘ન તો શિક્ષકો પર ભરોસો કરો કે ન તો સંબંધીઓ પર… હવે છોકરીઓ માટે માત્ર માતાનો ગર્ભ અને કબર જ સુરક્ષિત છે’. આ નોંધ ‘Stop Sexual Harrasment’ શબ્દોથી શરૂ થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat