Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘મેં રટુંગી રાધા નામ…!’ કોણ છે રાખી ગુપ્તા? જેનું ભજન મચાવી રહ્યું છે ધૂમ

‘મેં રટુંગી રાધા નામ…!’ કોણ છે રાખી ગુપ્તા? જેનું ભજન મચાવી રહ્યું છે ધૂમ

0
135
  • સોશિયલ મીડિયામાં રાધાકૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલ ભજન વાયરલ
  • YouTube પર 98 હજારથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે ભજન
  • ઈન્સ્ટા, ટ્વીટર અને ફેસબુક પર ભજનની નાની-નાની ક્લિપો વાયરલ

 IAS Rakhee Gupta: સોશિયલ મીડિયા પર આજકાલ ભજનોની ભરમાર છે. એવામાં રાખી ગુપ્તાએ ગાયેલી રાધા-કૃષ્ણ ભજન (Rakhee Gupta Bhajan) ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે, કારણ કે રાખી કોઈ પ્રોફેશનલ સિંગર નથી, પરંતુ પંજાબની IAS ઑફિસર છે.

બે દિવસ પહેલા જ રાખીએ (IAS Rakhee Gupta) ટાઈમ્સ મ્યૂઝીક સ્પિરિચ્યુઅલ સાથે મળીને ટાઈમ્સ મ્યૂઝીકની સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર એક ભજન અપલોડ કર્યું છે.

આ ભજન (Rakhee Gupta Bhajan) સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. આ ભજનના શબ્દો છે- “મેં તો રટુંગી રાધા નામ બ્રજ કી ગલિયો મેં, મેં તો ખોઈ રહુંગી શ્યામ બ્રજ કી ગલિયો મેં”. આ ભજન યૂટ્યૂબ પર અત્યાર સુધી 98 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યાં છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર પર તેની નાની-નાની ક્લિપો વાયરલ થઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, 1997 બેંચની IAS ઓફિસર રાખી (IAS Rakhee Gupta) નાનપણથી ગીત ગાવાનો અને સંગીતનો શોખ ધરાવે છે. તે સ્કૂલ અને ફેમિલી ફંક્શનમાં કાયમ ગીતો ગાતી આવી છે. આ શોખે જ આગળ જતા તેને ટાઈમ્સ મ્યૂઝિક સ્પિરિચ્યુઅલની સાથે મળીને ભજન ગાવાનું વિચાર્યું હતુ. રાખી એવા વાતથી ખુશ છે કે, યુટ્યૂબ પર રાધા-કૃષ્ણ ભજનને આટલું પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:  27 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, 4 ખાનગી સ્કૂલો બંધ કરવાનો આદેશ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 2012માં રાખીને (IAS Rakhee Gupta) સ્ત્રી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરી હતી. તેમને આ પુરસ્કાર મહિલાઓને મેનસ્ટ્રીમ પબ્લિક સેક્ટરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવ્યો હતો. રાખી કાયમ મહિલાઓને આગળ વધવા માટે અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતી રહી છે.

રાખીએ 2017માં નેશનલ ડિફેન્સ કૉલેજથી એમ.ફિલ કર્યું છે. આ સાથે જ તે લેડી શ્રી રામ કૉલેજ અને દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સની સ્ટૂડન્ટ રહી ચૂકી છે.

2015-16માં રાખીએ (IAS Rakhee Gupta) ગૃહ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. રાખીનું માનવું છે કે, વ્યક્તિએ ક્યારેય પોતાના જીવનમાં આગળ વધતા અટકવું ના જોઈએ. સતત આગળ વધવાનું નામ જ જિંદગી છે. આથી જીવનની દરેક ક્ષણને ઈન્જૉય કરતાં કંઈકને કંઈક કરતા રહેવું જોઈએ.