Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Breking: ગુજરાતના IAS પીડી વાઘેલાની TRAIના ચેરપર્સન તરીકે નિમણૂંક

Breking: ગુજરાતના IAS પીડી વાઘેલાની TRAIના ચેરપર્સન તરીકે નિમણૂંક

0
177

ફાર્માસ્યૂટિકલ સેક્રેટરી તરીકે કેન્દ્રમાંથી આ મહિનામાં નિવૃત્ત થશે

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાત કેડરના વધુ એક સિનિયર IAS અધિકારીની કેન્દ્રમાં ટેલિકોમ રેગ્યુલેરેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચેરપર્સન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત કેડરના સિનિયર IAS અધિકારી પીડી વાઘેલા (IAS PD Vaghela)ને ટ્રાઈના ચેરપર્સન બનાવવામાં આવ્યા છે અને તેમના કાર્યકાળની મુદ્દત આગામી ત્રણ વર્ષ સુધી રાખવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS, IPS અધિકારીઓનું કેન્દ્રમાં દબદબો રહ્યો છે. ગયા મહિને વર્લ્ડ બેન્કના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકેની મદ્દત કરીને આવેલા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS એસ અર્પણાની ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી. કેન્દ્રમાં હાલમાં ફાર્માસ્યૂટિકલ સેક્રેટરી તરીકે ગુજરાત કેડરના સિનિયર IAS પીડી વાઘેલા (IAS PD Vaghela) છે. તઓ આ મહિનાના અંતમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા તેમને કેન્દ્ર સરકારે ટ્રાઈના ચેરમેન તરીકે નિમણૂંક આપી છે. ટ્રાઈના ચેરમેન તરીકેનો તેમનો (IAS PD Vaghela) કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ લેફ્ટન્ટ ગવર્નર ગુજરાત કેડરના સિનિયર IAS જીસી મુર્મુને કેગના વડા બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતના વધુ એક નિવૃત્ત IAS પીડી વાઘેલા  (IAS PD Vaghela) કેન્દ્રની મોદી સરકારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન બનાવીને મહત્વની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: કોર્પોરેશને 27 વિસ્તાર રાત્રે બંધ કર્યા પણ જ્યાં બજાર ખુલ્લા, ત્યાં ભીડ નહિ થાય તેની શું ખાતરી?

ગુજરાતના કેડરના 1986 બેંચના સિનિયર IAS પીડી વાઘેલા (IAS PD Vaghela) ગયા વર્ષે ફાર્માસ્યૂટિક સેક્રેટરી તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં હતા ત્યારે લગભગ પાંચ વર્ષ સુધી સેલટેક્સ કમિશનર તરીકે કામ કર્યું હતુ. UPA-1ની સરકાર વખતે તેઓ કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પણ રહી ચુક્યા છે. હવે તેઓ આગામી 30મી સપ્ટેમ્બરે નિવૃત્ત થયા બાદ ટ્રાઈના ચેરપર્સન તરીકેની જવાબદારી સંભાળશે.