Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > IAS અધિકારી એકે શર્માએ VRS લીધા બાદ કેબિનેટમાં ફેરફાર અંગે અટકળો

IAS અધિકારી એકે શર્માએ VRS લીધા બાદ કેબિનેટમાં ફેરફાર અંગે અટકળો

0
338

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ ઓફિસરોમાં પણ પ્રથમ કતારમાં રહેનાર IAS ઓફિસર અરવિંદ કુમાર શર્મા VRS બાદ સમચારોમાં છવાયેલા છે. એવી અટકળો છે કે, રિટાયર્ડમેન્ટથી બે વર્ષ પહેલા જ નૌકરશાહીને બાય-બાય કહેનાર અરવિંદ કુમાર શર્મા સરકારમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી શકે છે. રાજકીય ગલીઓમાં તો કેબિનેટમાં પરિવર્તનની ચર્ચા સુધી ચાલુ થઈ ગઈ છે. આમ તો કેબિનેટમાં પરિવર્તનની જરૂરત અનેક કારણોથી અનુભવાઈ રહી છે.

કેબિનેટમાં પરિવર્તનના અન્ય પણ કેટલાક કારણ

કેબિનેટમાં પરિવર્તન/વિસ્તાર કરવાના અન્ય કારણોમાં તો પૂર્વ કોંગ્રેસ નેતા પણ સામેલ છે, જેમને બીજેપીમાં આવીને પાર્ટીને મજબૂત અને કોંગ્રેસને કેટલીક હદ્દ સુધી નબળી કરી છે. કમલનાથ સરકારને ધક્કો પહોંચાડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાર્ટીને નોર્થ-ઈસ્ટમાં મજબૂતી આપનાર હેમંત બિસ્વા શર્મા આવા જ કેટલાક નામ છે. અસમમાં તો 2021માં વિધાનસભા ચૂંટણી પણ છે. સાથે જ 2021માં પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ ચૂંટણી થવા થઈ રહી છે, તો આ રાજ્યોના ચહેરાઓને કેન્દ્રમાં જગ્યા આપીને પાર્ટી સંદેશ આપવા ઈચ્છશે. હરસિમરત કૌરના રાજીનામા પછી પંજાબનું પ્રતિનિધિત્વ પણ વધારવાની સરકારની ઈચ્છા હશે.

કેટલાક મંત્રીઓ પર બે-ત્રણ વિભાગોનો ભાર છે, તેમને હળવો કરવામાં આવી શકે છે અને કેટલાક નવા ચહેરાઓને જગ્યા પણ આપવામાં આવી શકે છે.

નાણા મંત્રાલયમાં પણ કોઈ ફેરફાર થાય તો આશ્ચર્ય નથી. નિર્મલા સીતારમણે પાછલા એક વર્ષ કોરોના, લોકડાઉન અને મંદી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. ભારે દબાણમાં રહ્યાં છે. તેથી કદાચ અન્ય કોઈને જવાબદારી આપવામાં આવે. હવે આ વિસ્તાર ક્યારે થશે, તેના વિશે અત્યારે કશું કહી શકાય નહીં. બની શકે છે કે, બજેટ પછી અથવા બજેટ પહેલા પરિવર્તન થઈ શકે છે.

કોણ છે અરવિંદ કુમાર શર્મા?

CMO હોય કે પછી PMO, ઉત્તર પ્રદેશના રહેવાસી 1988 બેન્ચના IAS ઓફિસર અને ગુજરાત કેડરના અરવિંદ કુમાર શર્મા (AK Sharma) લગભગ બે દશકાઓથી નરેન્દ્ર મોદી સાથે છે. વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અરવિંદ કુમાર શર્માને તેમના સચિવ બનાવવામાં આવ્યા હતા. તેઓ ત્યાર સુધી ગુજરાતની નોકરશાહીમાં રહ્યાં જ્યાર સુધી નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બની ના ગયા. આ દરમિયાન શર્માએ ગુજરાત સરકારમાં ફિલ્ડ અને પોલિસી સ્તર સહિત અનેક પદો પર કામ કર્યું. તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોર્પોરેટ મેનેજમેન્ટ, ઓદ્યોગિક અને રોકણ સાથે ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટ વિભાગોને સંભાળવાનો અનુભવ છે.

મે, 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાલ અને જૂન, 2014માં અરવિંદ કુમાર શર્મા ગુજરાત કેડરથી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર આવી ગયા. તેમનો આ કાર્યકાળ જૂલાઈ 2022 સુધીનો હતો. 2014 માં તેઓ પીએમઓમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. ત્રણ વર્ષમાં તેમને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા.

વર્ષ 2020માં જગ્યારે કોરોના મહામારીના કારણે ઈકોનોમી પાતાળમાં પહોંચી ચૂકી હતી અને MSME મંત્રાલય પર રાહત પહોંચાડવાનો ભારે દબાણ હતો. તે સમયે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં અરવિંદ કુમાર શર્માની તૈનાતી થઈ. એવું કહેવામાં આવ્યું કે, મહામારીથી પેદા થયેલી સ્થિતિને પહોંચીવળવા માટે પીએમ મોદીએ પોતાના ખાસ અધિકારીની તૈનાતી વિભાગમાં કરી છે.

મે, 2020માં શર્માએ મંત્રાલયમાં સેક્રેટરીનો પદભાર સંભાળ્યો, તેના કેટલાક હપ્તાઓ પછી MSMEને રાહત પહોંચાડવા માટે કેટલીક જાહેરાતો મોદી સરકાર તરફથી કરવામાં આવી.

એવામાં હવે શર્મા દ્વારા VRS લીધા પછી અટકળો લાગી રહી છે કે, તેમની નવી ઈનિંગ શરૂ થઈ શકે છે. તેના પહેલા પણ મોદી સરકારમાં કેટલાક અધિકારીઓને મહત્વપૂર્ણ નિયુક્તિઓ આપવામાં આવી ચૂકી છે. જીસી મુર્મૂ તેમાંથી એક છે, ગુજરાત કેડરના 1985 બેન્ચના અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂને ઓક્ટોબર 2019માં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપલ બનાવવામાં આવ્યા હતા, તે પછી તેમની નિયુક્તિ કંટ્રોલર અને ઓડિટર જર્નલ (CAG)ના રૂપમાં થઈ. હવે આવી જ રીતે અરવિંદ કુમાર શર્માને યૂપી અથવા કોઈ અન્ય રાજ્યના રાજ્યપાલ બનાવી દેવામાં આવે અથવા બીજા મહત્વપૂર્ણ પદની જવાબદારી આપી દેવામાં આવે તો તે ચોંકાવનારી વાત ગણાશે નહીં.