Gujarat Exclusive > ગુજરાત > દહિયા-લીનુ કેસમાં નવો વળાંકઃસસ્પેન્ડેડ IASએ યુવતી સામે કરી દિલ્હીમાં FIR

દહિયા-લીનુ કેસમાં નવો વળાંકઃસસ્પેન્ડેડ IASએ યુવતી સામે કરી દિલ્હીમાં FIR

0
462

ગૌરવ દહિયાએ લીનુ સામે ખંડણી, ધમકી અને બદનક્ષીની ફરિયાદ કરી

કહ્યુ- પરિણીત હોવા છતાં લીનુંએ પતિ સાથે મળી પૈસા પડાવવા કાવતરુ કર્યું

અમદાવાદઃ પોલીસ બેડામાં એક વર્ષ પહેલાં ચર્ચા જગાવનારા ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા અને લીનું સિંહના કેસમાં મંગળવારે નવો વળાંક આવ્યો. ગેરવર્તણુક અને નૈતિક અધમતા બદલ સસ્પેન્ડ થયેલા ગૌરવ દહિયાએ દિલ્હી પોલીસમાં લીનું સિંહ સામે ફરિયાદ નોંધાવી છે. દહિયાએ કથિત ધમકી, ખંડણી અને બદનક્ષીની ફરિયાદ કરી છે. નોંધનીય છે કે લીનુએ દહિયા સાથે લગ્ન અને તેનાથી એક પુત્રી હોવાનો દાવો કર્યો હતો. સાથે અનેક આરોપ કર્યા હતા. પરિણામે દહિયાને સસ્પેન્ડ થવુ પડ્યું હતું. હવે એક વર્ષ બાદ ગૌરવ દહિયાએ દિલ્હીમાં લીનું સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં દહિયાએ જણાવ્યું છે કે લીનું સિંહે 2015માં જ કુલદીપ સાથે લગ્ન કરી લીધા હતા. પછી ગત વર્ષે બંને પતિ-પત્નીએ તેને ફસાવ્યો હતો અને પૈસા પડાવવા માટે કાવતરુ ઘડ્યું હતું.

મામલો શું હતો? મહિલાનો આરોપ શું હતો?

ગત વર્ષે તત્કાલીન આરોગ્ય વિભાગના કમિશનર ગૌરવ દહિયા સામે દિલ્હીની લીનું સિંહ નામની મહિલાએ અમદાવાદ વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે દહિયાએ પરિણીત હોવા છતાં તેના પર બીજા લગ્ન કરવા દબાણ કર્યું, એટલું જ નહીં એક દિવસ કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ પીવડાવી વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કર્યું હતું.

દહિયાએ ફરિયાદમાં શું કહ્યું

ગૌરવ દહિયાએ દિલ્હીના માલ્વીય નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. દહિયાએ લીનુ સામે આઇપીસીની કલમ189 (પબ્લિક સર્વન્ટને ધમકી), કલમ-389 (ખંડણી), કલમ-389 (ખંડણી માટે ખોટા આક્ષેપો) અને કલમ 499 ( બદનક્ષી) હેઠળ ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું કે લીનું સિંહ અને તેઓ 2017માં ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. દહિયા દિલ્હી ગયા ત્યારે લીનું સિંહને મળ્યા હતા. દિલ્હીની એક હોટેલમાં પોતે પરિણીત હોવાનું જણાવ્યા છતાં લીનુએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું ત્યારે મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેને મદદ પણ કરી હતી. પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેલ કરી નાણા પડાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એટલું જ નહીં આત્મહત્યાનો પ્રયાસ કરી મારી પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે બંનેએ સંમત્તિથી સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ લીનુએ દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા મારી પણ દબાણ કર્યું હતું. તેની માગણીને વશ થઇ તેને ઘર પણ અપાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ આઇજીપી જેઆર મોથલિયાને સોપાયો

તપાસ બાદ દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા

IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલા છેતરપિંડી,લગ્નેતર સબંધો અને ધાકધમકીના કેસમાં સજ્જડ પુરાવા મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.. 2010ની બેન્ચના આઇએએસ અધિકારી વિરૂદ્ધ તપાસ કરતી સમિતીએ સરકારને સોપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા દેવાયા.

લીનુએ પુત્રીનો પિતા સાબિત કરવા DNAની માગ કરી હતી

તે સમયે લીનું સિંહે સસ્પેન્ડ કરવામાં આવેલા દહિયા પર સામે તેની પુત્રીનો પિતા હોવાનો દાવો કર્યો હતો અને સાથે એક વખત DNA ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.તેણે જણાવ્યું હતું કે દહિયાનો અને તેની પુત્રીનો ડીએનઓ ટેસ્ટ કરાવો જેથી ખબર પડે કે આઇએએસ અધિકારી તેની દીકરીનો પિતા છે.