Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > BREAKING : ગુજરાતના બાર એડિશનલ કલેક્ટરને IASમાં નોમિનેશન

BREAKING : ગુજરાતના બાર એડિશનલ કલેક્ટરને IASમાં નોમિનેશન

0
512

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર : ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના ઉચ્ચ અધિકારીઓને કેન્દ્ર સરકારે IASમાં નોમિનેશન આપ્યું છે. મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બાર એડિશનલ કલેક્ટરોને IASમાં નોમિનેશન આપતો હુકમ બહાર પાડ્યો છે.

કેન્દ્રના મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓને IASમાં નોમિનેશન આપતી યાદી બહાર પાડી છે. આ એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓમાં ડી.ડી જાડેજા, આર.એમ તન્ના, એ.બી પટેલ, પી.આર જોશી, કે.સી સંપત, આર.એ મિરજા, એમ.કે દવે, પી.ડી પલસાણા, એ.બી રાઠોડ, એન.એન દવે, વી.એન શાહ અને એસ.કે પ્રજાપતિનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે સ્ટેટ કેડરના અધિકારીઓને IASમાં નોમિનેશન આપતી હોય છે. ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓની યાદી કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને મોકલવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓને IASમાં નોમિનેશન મળ્યું છે તેમને હવે DDO તરીકે નિમણૂંક આપવામાં આવશે.